પાકિસ્તાને કર્યો કાંકરીચાળો, ભારતે જેટ F16 તોડી પાડ્યું

પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં ચાલી રહેલા આતંકીઓના અડ્ડાઓનો સફાયો કર્યો છે. જેને પગલે અકળાયેલા પાકિસ્તાને બુધવારે સવારે કાંકરીચાળો કર્યો હતો. પાકિસ્તાના ત્રણ જેટ વિમાન ભારતીય સીમામાં ઘૂસી આવ્યા હતા પરંતુ ભારતીય વાયુસેનાએ પડકારતાં ઉભી પૂંછડીએ ભાગ્યા હતા. જોકે ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાની જેટ F16 નો ખાત્મો કર્યો હતો.

Trending news