વિધાનસભા ચૂંટણી 2018: 5 રાજ્યોમાં મત ગણતરી શરૂ

પાંચ રાજ્ય- રાજસ્થાન, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમનું ચૂંટણી પરિણામ આજે જાહેર થવાનું છે. ચૂંટણી પંચ દ્વારા સવાર 8.00 કલાકે મતગણતરી શરૂ થઇ ગઇ છે. મતગણતરી શરૂ થયાના થોડા સમયમાં જ ટ્રેન્ડ આવવાની શરૂઆત થઈ જશે, એટલે કે કયો પક્ષ આગળ ચાલી રહ્યો છે અને કયો પક્ષ પાછળ ચાલી રહ્યો છે. ચૂંટણી પંચ દ્વારા સાંજ સુધીમાં પાંચેય રાજ્યનું અંતિમ ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા તમામ રાજ્યોમાં મતગણતરીની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ ચૂંટણીના પરિણામ આગામી વર્ષ એટલે કે 2019માં યોજાનારી લોકસભા ચૂંટણીની દિશા અને દશા નક્કી કરશે.

Trending news