બિન સચિવાલય ક્લર્કની પરીક્ષામાં પેપર ફૂટ્યું હોવાનો આક્ષેપ, જુઓ વીડિયો
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (Gujarat Subordinate service selection Board) દ્વારા આજે બિન સચિવાલય ક્લાર્કની (non secretariat clerck) પરીક્ષા લેવાઇ હતી. 3700 જગ્યાઓ માટે લેવાયેલી આ પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાંથી 11 લાખ ઉમેદવારોએ અરજી કરી હતી. રાજ્યનાં દરેક જિલ્લામાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવવા માટે પરીક્ષામાં ભાગ લીધો હતો. અગાઉ અનેક પ્રકારનાં વિવાદોનાં કારણે બિનસચિવાલય પરીક્ષા એક ખુબ જ હાઇવોલ્ટેજ ડ્રામા બની ગઇ હતી.