નીતિન પટેલ ના આવતા બિન અનામત વર્ગના આગેવાનો નારાજ

1-8-18નો પરિપત્ર હવે અનામત અને બિનઅનામત વર્ગ વચ્ચેનો વિવાદ બની ચૂક્યો છે. એક વર્ગ આ પરિપત્રમાં ચેન્જ લાવવા માંગણી કરી રહ્યો છે, તો બીજો વર્ગ પરિપત્રની તરફેણમાં છે. ત્યારે હવે બિન અનામત વર્ગના આંદોલનનું કોંકડું ઉકેલવા માટેની જવાબદારી નીતિન પટેલને સોંપાઈ છે. બિન અનામત વર્ગ સાથે 4 વાગ્યે સરકારની બેઠક મળવાની હતી. જેને લઇને બિન અનામત વર્ગના આગેવાનો બેઠક સ્થળે પહોંચ્યા હતા. પરંતુ નીતિન પટેલ સ્થળ પર ના આવતા બિન અનામત વર્ગના આગેવાનો નારાજ થયા હતા.

Trending news