તુમાખીભર્યુ વર્તન કરનાર કોર્પોરેટર-અધિકારીઓ તમામ પર કાર્યવાહી થશે: બિજલ પટેલ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોંગ્રેસી કોર્પોરેટરના ફોન અધિકારીઓ દ્વારા રિસીવ ન કરાતા હોવાનો મામલો ગરમાયેલો છેજ. તેવામાં હવે શાષકપક્ષ ભાજપના જ કમિટી ચેરમેનના ફોન પણ અધિકારીઓ દ્વારા રિસીવ ન કરાતા હોવાનો મામલો સામે આવતા વિવાદ વધુ ગરમાયો છે. જેમાં ટાઉન પ્લાનીંગ કમિટીના ચેરમેને આ અંગે મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખી ફોન રિસીવ ન કરતા અધિકારી સામે પગલા લેવાની માંગ કરી છે. સમગ્ર મામલામાં મેયરે પણ ચૂંટાયેલા જન પ્રતિનીધીઓ સાથે અધિકારીઓની આવી ગેરશિષ્ત ન ચલાવી લેવાય એવુ મહત્વનું નિવેદન કર્યુ છે.

Trending news