મોડાસા યુવતીના મોત મામલે 3 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર
મોડાસાના સાયરાની પીડિતાના શંકાસ્પદ મોત મામલાની તપાસ સીઆઈડી ક્રાઈમ ને સોપવામાં આવી છે.સીઆઈડી ક્રાઈમની ટીમે આરોપીઓનો કબજો મેળવ્યા બાદ કેસની તપાસ માટે આરોપીઓનાં વધુ રિમાન્ડ મેળવવા આજે પુનઃ નામદાર ડીસ્ટ્રીકટ કોર્ટમાં રજુ કરાયા હતા ત્યારે નામદાર કોર્ટે આરોપીઓના વધુ ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા.