તમારું Facebook એકાઉન્ટ જોખમમાં છે! આ રીતે થઈ શકે છે હેક, ભારે નુકશાનમાંથી બચવું હોય તો કરો આટલું!
ચેક પોઈન્ટ રિસર્ચના રિપોર્ટ અનુસાર, એક નવો માલવેર ઈલેક્ટ્રોન બોટ સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ધૂમ મચાવી રહ્યો છે. આ રિપોર્ટ અનુસાર આ વાયરસ યુઝર્સના ગૂગલ અને ફેસબુક એકાઉન્ટ પર હુમલો કરી રહ્યો છે અને અત્યાર સુધીમાં આ વાયરસે પાંચ હજારથી વધુ એકાઉન્ટ્સને પોતાનો શિકાર બનાવ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: ઈન્ટરનેટના યુગમાં મોટાભાગના લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. જો તમે પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તમારું એકાઉન્ટ બનાવ્યું છે, તો અમારી પાસે તમારા માટે એક મહત્વપૂર્ણ માહિતી છે. ફેસબુક યુઝર્સના એકાઉન્ટ પર નવા વાયરસનો ખતરો છે, જેણે ભૂતકાળમાં ઘણા એકાઉન્ટ હેક કર્યા છે. ફેસબુકની સાથે ગૂગલના એકાઉન્ટ પર પણ આ વાયરસનો ખતરો છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ..
આ ખતરનાક વાયરસ સોશિયલ મીડિયા એકાઉન્ટ કરી શકે છે હેક
ચેક પોઈન્ટ રિસર્ચના રિપોર્ટ અનુસાર, એક નવો માલવેર ઈલેક્ટ્રોન બોટ સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ધૂમ મચાવી રહ્યો છે. આ રિપોર્ટ અનુસાર આ વાયરસ યુઝર્સના ગૂગલ અને ફેસબુક એકાઉન્ટ પર હુમલો કરી રહ્યો છે અને અત્યાર સુધીમાં આ વાયરસે પાંચ હજારથી વધુ એકાઉન્ટ્સને પોતાનો શિકાર બનાવ્યા છે.
આ માલવેયર કેવી રીતે કામ કરે છે?
જો તમે વિચારી રહ્યા છો કે આ વાયરસ તમારા એકાઉન્ટ પર કેવી રીતે હુમલો કરશે, તો અમે તમને જણાવી દઈએ કે અન્ય એપ્સ થકી તમારા એકાઉન્ટની ઍક્સેસ મેળવવી ખૂબ જ સરળ છે. નોંધાયેલા કેસોમાં આ વાયરસે ટેમ્પલ રન અને સબવે સર્ફર્સ જેવી ગેમ એપ્સની મદદથી યુઝર્સના સ્માર્ટફોન અને પછી તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની ઍક્સેસ મેળવી હતી.
આ ગેમ એપ્સ લોકોના ફોનમાં જોવા મળતી હતી પરંતુ તમને જણાવી દઈએ કે તે વાસ્તવમાં ગેમ્સ માટેની એપ્સ નહોતી. વાસ્તવમાં આ માત્ર એપ્સના ક્લોન હતા, જેના થકી હેકર્સે આ ઈલેક્ટ્રોન બોટથી યુઝર્સના એકાઉન્ટ પર હુમલો કર્યો હતો.
ઇલેક્ટ્રોન બોટ શું કરે છે
તમારી સિસ્ટમને નિયંત્રિત કરવા ઉપરાંત ઇલેક્ટ્રોન બોટ તમારી તમામ Facebook અને Google એકાઉન્ટ માહિતીને પણ ઍક્સેસ કરે છે. આ માલવેયરની મદદથી હેકર યુઝરના ડિવાઈસ પર નવું એકાઉન્ટ રજીસ્ટર કરે છે અને પછી યુઝરના સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. તમને જણાવી દઈએ કે આ વાયરસ ગૂગલની આલ્બમ્સ એપ, ગૂગલ ફોટોઝમાં જોવા મળ્યો છે, એટલે કે આ એપથી વાયરસ તમારા સ્માર્ટફોનમાં પ્રવેશી શકે છે.
આ પ્રકારના વાયરસથી સુરક્ષિત રહેવા માટે, તમારા ફોનમાં એન્ટિ-વાયરસ એપ ડાઉનલોડ કરવાનું ભૂલશો નહીં અને કોઈપણ થર્ડ પાર્ટી એપ્સ ડાઉનલોડ કરશો નહીં, જેના કારણે સ્માર્ટફોનમાં વાયરસ પ્રવેશી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે