આ સ્કૂટરમાં હવે બેટરી મેંટેનેંસની ઝંઝટ ખતમ, નવી ટેક્નોલોજી સાથે આપશે દસ્તક, આટલી છે કિંમત
Trending Photos
યામાહાએ સોમવારે ભારતીય બજારમાં પોતાના સ્કૂટરને નવી ટેક્નોલોજી સાથે લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે કંપનીના Fascino સહિત અન્ય સ્કૂટરમાં યૂનીફાઇડ બ્રેકિંગ સિસ્ટમ (યૂબીએસ) ને તો સામેલ કર્યા જ છે, સાથે હવે આ સ્કૂટરોમાં બેટરી મેંટેનેંસનો ઝંઝટ ખતમ કરી દેવામાં આવી છે. હવે યામાહાના Fascino સ્કૂટર આ ખૂબીઓ સાથે રસ્તા પર દોડવા માટે તૈયાર છે. ઇન્ડિયા યામાહા મોટર પ્રાઇવેટ લિમિટેડે નવા સ્કૂટર લાઇન-અપની જાહેરાત કરી છે. કંપનીએ અન્ય સ્કૂટરમાં પણ ફેરફાર કર્યા છે. જલદી જ આ સ્કૂટર ઉપલબ્ધ હશે.
આ સ્કૂટર થયા સ્માર્ટ
વર્ષ 2019માં યામાહાએ નવી ટેક્નિક અને સ્પોર્ટી એક્સપીરિયન્સ સાથે સ્કૂટર લોન્ચ કરવા માટે તૈયાર છે. કંપનીએ યૂબીએસ અને મેંટેનેંસ ફ્રી બેટરીવાળા જે સ્કૂટરને લોન્ચ કરવાની સોમવારે જાહેરાત કરી છે તેમાં Fascino, Cygnus Ray ZR, Cygnus Ray ZR Street Rally, Cygnus Alpha સામેલ છે. હવે આ બધા સ્કૂટર્સમાં બેટરી મેંટેનેંસની ઝંઝટ ખતમ કરી દેવામાં આવી છે.
વર્ષ 2015માં લોન્ચ થયું હતું Fascino
યામાહાનું ખૂબ ચર્ચિત સ્કૂટર Fascino ને વર્ષ 2015માં ભારતમાં રજૂ કરવામાં આવ્યું હતું. 113સીસીના આ સ્કૂટરને કંપનીએ વર્ષ 2019માં સીઝન ગ્રીન રંગમાં લોન્ચ કર્યું છે જે મહિલા અને પુરૂષોને ચલાવવાને લઇને મુદ્દો ખતમ કરી દીધો છે. હવે તેને કોઇપણ ચલાવે તો તેને કોઇ પરેશાની થશે નહી.
પાંચ વર્ષમાં બનાવી જગ્યા
નવા અવતારમાં Fascino ને રજૂ કરતાં યામાહા મોટર ઇન્ડિયા ગ્રુપના ચેરમેન મોતોફુમી શિતારાએ કહ્યું કે નવી Fascino લોકોને ખૂબ પસંદ આવશે. અમે તેમાં નવી ટેક્નોલોજી પણ ઉમેરી છે અને હવે તેનું મેંટેનેંસ પહેલાંથી પણ સરળ થઇ ગયું છે. તેમણે કહ્યું કે કંપની ભારતમાં સ્કૂટર લોન્ચ થયાને પાંચ વર્ષ દરમિયાન જ સારું સ્થાન બનાવવામાં સફળ રહી છે. આગળ પણ કંપની સ્કૂટર ગ્રાહકોની આશા પર ખરી ઉતરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે