ભારતમાં 12 માર્ચે લોન્ચ થશે Redmi Note 9, કંપનીએ જારી કર્યું ટીઝર


Xiaomi Redmi Note 9 ભારતમાં 12 માર્ચે લોન્ચ થઈ રહ્યો છે. કંપનીએ આમંત્રણ મોકલવાનું શરૂ કરી દીધું છે. આ સ્માર્ટફોનમાં ચાર રિયર કેમેરા આપવામાં આવશે. 
 

ભારતમાં 12 માર્ચે લોન્ચ થશે Redmi Note 9, કંપનીએ જારી કર્યું ટીઝર

નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન કંપની શાઓમી આ મહિને ભારતમાં Redmi Note 9 સ્માર્ટફોન લોન્ચ કરશે. કંપનીએ મીડિયાને આમંત્રણ મોકલવાનું શરૂ કરી દીધું છે. 12 માર્ચે આ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવશે. 

Xiaomi મોકલવામાં આવેલા આમંત્રણમાં 9 લખવામાં આવ્યા છે અને નીચે Noteની સાથે ProCameraMaxPeroformance નો હેશટેગ આપવામાં આવ્યો છે. આ પોસ્ટરમાં ચાર કેમેરા જોવા મળી રહ્યાં છે જે સ્ક્વોયર શેપ્ડ મોડ્યૂલમાં છે. 

Xiaomi Indiaના હેડ મનુ કુમાર જૈને પણ એક ટ્વીટ કર્યું છે. આ ટ્વીટમાં સ્માર્ટફોનનું પોસ્ટર છે. અહીં તેમણે લખ્યું છે કે આ વર્ષનો મોસ્ટ અવેટેડ ફોન છે અને આગામી Redmi Note 12 માર્ચે લોન્ચ થઈ રહ્યો છે. 

Can't blame y'all. Only @manukumarjain knows the answer.

How about you RT with hashtag #ILoveRedmiNote. 9⃣9⃣9⃣ RTs, we'll unlock the answer.

Sabka time ayega! 😎 pic.twitter.com/KnAluzMKnq

— Redmi India (@RedmiIndia) March 2, 2020

ટીઝર જોઈને તે સ્પષ્ટ થાય છે કે આ સ્માર્ટફોનના કેમેરા પર વધુ ફોકસ કરવામાં આવ્યુ છે. તેમાં ચાર રિયર કેમેરા આપવામાં આવશે અને સેલ્ફી માટે પંચહોલ કેમેરા આપવાની આશા છે. 

Redmi Note 9 સ્માર્ટફોન લોન્ચ માટે શાઓમીએ બોલીવુડ અભિનેતા રણવીર સિંહની સાથે પાર્ટનરશિપ કરી છે.  Redmi Indiaએ રણવીર સિંહનો એક વીડિયો ટ્વીટ કર્યો છે જેમાં તે કહી રહ્યો છે કે હજુ 9 આવ્યો નથી, પરંતુ જ્યારે પણ આવશે છપ્પર ફાડીને આવશે. 

હાલ Redmi Note 9ના સ્પેસિફિકેશન્સ વિશે કંપનીએ કંઇ કહ્યું નથી. મનુ જૈને એક ફોટો ટ્વીટ કર્યો છે જેમાં તેમના સામે ટેબલ પર Redmi Note 9 ડિવાઇઝ રાખ્યા છે. પરંતુ આ એક ફોન છે જે ન્યૂઝ પેપરથી અડધો ઢંકાયેલો છે. આ Redmi Note 9 હશે. તેવો કંઇ ખાસ આઇડિયા મળી રહ્યો નથી. પરંતુ અહીં USB Type C પોર્ટ, સ્પીકર ગ્રિલની સાથે હેડફોન જૈક જોઈ શકાય છે. બેક પેનલ Redmi Note 8 Proની જેમ લાગી રહ્યો છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news