Coronavirus: દિલ્હી અને તેલંગાણામાં કેસ પોઝીટીવ આવતા સરકાર દોડતી થઇ

કોરોના વાઇરસના કારણે સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે. ભારતમાં કોરોનાં વાયરસનાં બે પોઝિટીવ કેસ સામે આવ્યા છે. એક કેસ નવી દિલ્હીમાં મળ્યો છે, જ્યારે બીજો કેસ તેલંગાણામાં મળ્યો છે. હાલ બંન્ને દર્દીઓની સારવાર ચાલી રહી છે. સ્વાસ્થય વિભાગનું કહેવું છે કે બંન્નેની સ્થિતી સ્થિર છે. ચીનમાં કોરોનાંનો (COVID-19) કાળો કેર ચાલુ છે. કોરોનાને કારણે ચીનમાં અત્યાર સુધીમાં 2800 લોકોનાં મોત થઇ ચુક્યા છે, જ્યારે આશરે 79 હજારથી વધારે લોકો હજી પણ કોરોનાને કારણે સંક્તમીત છે. ચીનનાં વુહાનથી ચાલુ થયેલો કોરોના વિશ્વનાં અનેક દેશોમાં પોતાનો પગ પેસારો કરી ચુક્યું છે. હવે ભારતમાં કોરોનાનાં બે પોઝીટિવ કેસ સામે આવ્યા છે. કોરોનાનો એક નવી દિલ્હીમાં જ્યારે એક કેસ તેલંગાણામાં પોઝીટીવ આવતા હડકંપ મચી જવા પામ્યો છે.
Coronavirus: દિલ્હી અને તેલંગાણામાં કેસ પોઝીટીવ આવતા સરકાર દોડતી થઇ

નવી દિલ્હી : કોરોના વાઇરસના કારણે સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે. ભારતમાં કોરોનાં વાયરસનાં બે પોઝિટીવ કેસ સામે આવ્યા છે. એક કેસ નવી દિલ્હીમાં મળ્યો છે, જ્યારે બીજો કેસ તેલંગાણામાં મળ્યો છે. હાલ બંન્ને દર્દીઓની સારવાર ચાલી રહી છે. સ્વાસ્થય વિભાગનું કહેવું છે કે બંન્નેની સ્થિતી સ્થિર છે. ચીનમાં કોરોનાંનો (COVID-19) કાળો કેર ચાલુ છે. કોરોનાને કારણે ચીનમાં અત્યાર સુધીમાં 2800 લોકોનાં મોત થઇ ચુક્યા છે, જ્યારે આશરે 79 હજારથી વધારે લોકો હજી પણ કોરોનાને કારણે સંક્તમીત છે. ચીનનાં વુહાનથી ચાલુ થયેલો કોરોના વિશ્વનાં અનેક દેશોમાં પોતાનો પગ પેસારો કરી ચુક્યું છે. હવે ભારતમાં કોરોનાનાં બે પોઝીટિવ કેસ સામે આવ્યા છે. કોરોનાનો એક નવી દિલ્હીમાં જ્યારે એક કેસ તેલંગાણામાં પોઝીટીવ આવતા હડકંપ મચી જવા પામ્યો છે.

ધ્યાનથી જુઓ થાળીને... ગુજરાત વિધાનસભાના કેન્ટીનની આ થાળીમાંથી મળી આવ્યું જીવડું
વિદેશ યાત્રાથી પરત ફરેલા બંન્નેના કેસ પોઝીટીવ
દિલ્હીમાં જે વ્યક્તિનો કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે તે હાલમાં જ ઇટાલી જઇને પરત ફર્યો હતો, જ્યારે તેલંગાણામાં કોરોનાનો પોઝીટીવ વ્યક્તિ દુબઇની યાત્રા કરીને આવ્યો હતો. વિશ્વનાં અનેક દેશોમાં કોરોનાં પીડિતોનાં મોત થવા લાગ્યા છે. ચીનની બહાર ઇરાન અને ઇટાલીમાં કોરોનાનો ચેપ ઝડપથી વધી રહ્યો છે. આ બંન્નેમાં કોરોનાને કારણે મરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. ચીનમાં કોરોનાએ અત્યાર સુધી 79,824 લોકોચેપગ્રસ્ત છે, જ્યારે અહીં કુલ મૃતકોની સંખ્યા 2870 સુધી પહોંચી ચુકી છે. ચીનનાં વુહાન શહેર સૌથી વધારે પ્રભાવિત છે અને કોરોનાનું કેન્દ્ર બનેલું છે. ઇરાનમાં ખુબ જ ઝડપથી કોરોનાથી ચેપ લાગ્યો હોય તેવ લોકોની સંખ્યા વધી રહી છે. 978 લોકો કોરોનાનો ચેપ લાગ્યો છે. ઇરાનમાં 54 લોકોનું કોરોનાને કારણે મોત નિપજ્યા છે, જ્યારે ઇટાલીમાં પણ કોરોનાને કારણે 29 લોકોનાં મોત થઇ ચુક્યા છે. જ્યારે અમેરિકામાં પણ કોરોનાને કારણે 2 લોકોનાં મોત થયાની પૃષ્ટી થઇ છે.

સોમનાથ મંદિરથી કોઈ યાત્રાળુ ભૂખ્યો પાછો નહિ જાય, ટ્રસ્ટ દ્વારા નવી સુવિધા ઉમેરાઈ
કેરળમાં પહેલા પણ 3 કેસ પોઝીટીવ મળી ચુક્યા છે. 
આ અગાઉ કેરળમાં કોરોના વાયરસથી પીડિત ત્રણ કેસ કેરળમાં સામે આવ્યા હતા. ત્રણેય ચેપગ્રસ્ત લોકોની હોસ્પિટલમાં અલગ રાખીને સારવાર કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામા આવી હતી. જેમાં એકની સારવાર કસારગોડનાં કંઝનગઢ સરકારી હોસ્પિટલમાં ચાલી રહી હતી, જ્યારે બીજા વિદ્યાર્થીનું અલપ્પુઝા મેડિકલ કોલેજની હોસ્પિટલમાં સારવાર થઇ. બંન્નેનું સ્વાસ્થયમાં સુધારા બાદ રજા આપી દેવામાં આવી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news