Xiaomi : ટૂંક સમયમાં આવી રહ્યો છે Redmi 7, જાણો સ્પેસિફિકેશન અને અન્ય ખૂબીઓ

Xiaomi ટૂંક સમયમાં રેડમીના સૌથી એડવાન્સ Redmi 7 ને લોંચ કરવા જઇ રહી છે. આ ફોન રેડમી 6નું અપડેટેડ વર્જન છે. આ પહેલાં કંપની રેડમી 6 પ્રોને લોંચ કરી ચૂકી છે. એટલા માટે નવા સ્માર્ટફોનનું નામ રેડમી 7 અથવા રેડમી 7 પ્રો હોઇ શકે છે. આ ફોનને ચીનની સર્ટિફિકેશન વેબસાઇટ ટીના (TENAA) પર લિસ્ટ કરી દેવામાં આવ્યો છે. લિસ્ટિંગ બાદ આ ફોનના ઘણા સ્પેસિફિકેશન્સ લીક થઇ ચૂક્યા છે. 
Xiaomi : ટૂંક સમયમાં આવી રહ્યો છે Redmi 7, જાણો સ્પેસિફિકેશન અને અન્ય ખૂબીઓ

નવી દિલ્હી: Xiaomi ટૂંક સમયમાં રેડમીના સૌથી એડવાન્સ Redmi 7 ને લોંચ કરવા જઇ રહી છે. આ ફોન રેડમી 6નું અપડેટેડ વર્જન છે. આ પહેલાં કંપની રેડમી 6 પ્રોને લોંચ કરી ચૂકી છે. એટલા માટે નવા સ્માર્ટફોનનું નામ રેડમી 7 અથવા રેડમી 7 પ્રો હોઇ શકે છે. આ ફોનને ચીનની સર્ટિફિકેશન વેબસાઇટ ટીના (TENAA) પર લિસ્ટ કરી દેવામાં આવ્યો છે. લિસ્ટિંગ બાદ આ ફોનના ઘણા સ્પેસિફિકેશન્સ લીક થઇ ચૂક્યા છે. 

આ ફોન MIUI 10 એંડ્રોઇડ પર કામ કરશે. તેમાં ડુઅલ કેમેરા સેટઅપ હશે જેની ઇન્ટરનલ મેમરી 128 જીબી થશે. ફોનમાં 2.3 ગીગાહર્ટઝવાળું ઓક્ટા-કોર ચિપસેટ હશે. કંપની આ ફોનને 11 અલગ-અલગ કલરમાં લોંચ કરવાની તૈયારી કરી રહી છે. આ એક અલગ પ્રકારનો રેકોર્ડ હશે. લિસ્ટિંગ અનુસાર મોબાઇલને સિલ્વર, બ્લેક, વાઇટ, બ્લૂ, રેડ, યલો, પિંક, ગ્રીન, પર્પલ અને ગ્રે કલરમાં લોંચ કરવામાં આવી શકે છે. આ પહેલાં આઇફોન XR ને 6 કલરમાં લોંચ કરવામાં આવ્યો હતો. 

સ્પેસિફિકેશન્સ
આ ડુઅલ સિમ સ્માર્ટફોન હશે જે એંડ્રોઇડ 8.1 ઓરિયા ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. સ્ક્રીન 5.84 ઇંચ ફૂડ એચડી હશે જેનું રિઝોલ્યૂવેશન 1080x2280 પિક્સલ હશે. આસ્પેક્ટ રેશિયો 19:9 હશે. 

કેમેરો અને બેટરી
તેના ત્રન વેરિએન્ટ બજારમાં ઉતારવામાં આવશે જેની રેમ 3 જીબી, 4 જીબી અને 6 જીબી હશે. આ ઉપરાંત ફોનમાં વોટરડ્રોપ નોચ હોઇ શકે છે. Xiaomi નો આ પહેલો ફોન હશે, જેમાં આ પ્રકારની નોચ લગાવવામાં આવી હશે. રિયર કેમેરામાં પ્રાઇમરી સેંસર 12 મેગાપિક્સલ અને સેલ્ફી કેમેરામાં સેંસર 8 મેગાપિક્સલ હશે. ફોનની બેટરી 2900 mAh હશે. 

24 ડિસેમ્બરના રોજ બીજિંગમાં એક ઇવેંટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કંપની ગેમિંગ સ્માર્ટફોન લોંચ કરી શકે છે. એવી સંભાવના છે કે આ ઇવેંટમાં રેડમી 7 સીરીઝને પણ લોંચ કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news