બાયકોટ બેઅસર? આ ચીની કંપનીએ ભારતમાં એક દિવસમાં વેચી દીધા 1.30 લાખ ફોન


ચીની પ્રોડક્ટ બાયકોટ કરવાના દાવા વચ્ચે શાઓમીએ કહ્યુ કે, તેણે ભારતમાં એક દિવસમાં POCO M2ના 1.30 લાખ યુનિટનું વેચાણ કર્યું છે. 
 

બાયકોટ બેઅસર? આ ચીની કંપનીએ ભારતમાં એક દિવસમાં વેચી દીધા 1.30 લાખ ફોન

નવી દિલ્હીઃ ચીની પ્રોડક્ટ્સ બાયકોટની અસર ઓછી થઈ રહી છે? આ આંકડા જણાવે છે કે લોકો હવે ચીની સ્માર્ટફોનની મોટા પાયે ખરીદી કરી રહ્યાં છે. કંપનીનો દાવો તો આ તરફ ઇશારો કરે છે. 

ચીની સ્માર્ટફોન Xiaomi ની સબ બ્રાન્ડ POCO છે. 15 સપ્ટેમ્બરે POCO M2ની પ્રથમ સેલ હતો. કંપનીએ દાવો કર્યો છે કે એક દિવસમાં 1.30 લાખ સ્માર્ટફોન વેચાઇ ગયા. 

POCO M2ની શરૂઆતી કિંમત 10,999 રૂપિયા છે અને આ સ્માર્ટફોનમાં 5,000mAh ની બેટરી આપવામાં આવી છે. હાલમાં કંપનીએ તેને ભારતમાં લોન્ચ કર્યો અને તેનો પ્રથમ સેલ 15 સપ્ટેમ્બરે હતો. ૉ

POCO M2ના બે વર્ઝન છે- 6 જીબી રેમ 64 જીબી સ્ટોરેજ અને 6 જીબી રેમ 128 જીબી સ્ટોરેજ. ટોપ મોડલની કિંમત 12499 રૂપિયા છે. આ સ્માર્ટફોન ત્રણ કલર બ્લેક,બ્લૂ અને રેડમાં આવે છે. 

Apple Event: એપલે લોન્ચ કરી અત્યાર સુધીની સૌથી સસ્તી સ્માર્ટ વોચ

POCO M2ના સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ
POCO M2મા 6.53 ઇંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે અને તેમાં વોટર ડ્રોપ સ્ટાઇલ નોચ છે. આ સ્માર્ટફોનમાં MediaTek Helio G80 પ્રોસેસર આપવામાં આવ્યું છે. 

POCO M2મા ચાર રિયર કેમેરા આપવામાં આવ્યા છે. પ્રાઇમરી કેમેરા 13 મેગાપિક્સલનો છે, બીજો 8 મેગાપિક્સલનો, ત્રીજો 5 મેગાપિક્સલનો જ્યારે ચોથો 2 મેગાપિક્સલનો લેન્સ છે. 

POCO M2મા 5,000mAhની બેટરી આપવામાં આવી છે અને તેની સાથે 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ છે. કનેક્ટિવિટી માટે તેમાં હેડફોન જેક, એસડી કાર્ડ સ્લોટ, બ્લૂટૂથ જેવા ફીચર આપવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news