WhatsApp બનાવવાનો ક્યાંથી આવ્યો વિચાર? જાણો દુનિયાની સૌથી મોટી Social App બનવાની રોચક કહાની

નિષ્ફળતાથી નિરાશ રહેતા લોકો માટે WHAT'S APPના ફાઉન્ડરની સંઘર્ષની કહાની ખુબ જ પ્રેરણાદાયી છે. 

WhatsApp બનાવવાનો ક્યાંથી આવ્યો વિચાર? જાણો દુનિયાની સૌથી મોટી Social App બનવાની રોચક કહાની

વિરલ પટેલ, અમદાવાદઃ દુનિયામાં કોઈ એન્ડ્રોઈડ કે IOS મોબાઈલ એવો નહીં હોય જેમાં WHATS APP એપ્લિકેશન નહીં હોય... WHATS APP  એપ્લિકેશનની લોકપ્રિયતા આજે એ હદે છે કે તેને પ્રાથમિક જરૂરિયાતની શ્રેણીમાં મૂકવામાં આવે તો પણ નવાઈ નહીં... WHATS APP  મેસેજિંગ એપ્લિકેશનને ક્યારેય માર્કેટિંગની જરૂર પડી નથી. WHATS APP  વર્ષ 2009માં આવી પરંતું આજે 11 વર્ષ બાદ પણ એન્ડ્રોઈડ અને IOS વર્ઝનમાં ડાઉનલોડ થનારી એપ્લિકેશનોમાં WHATS APP  સામેલ હોય છે. વિશ્વભરમાં 200 કરોડ તો ભારતમાં અંદાજે 50 કરોડ લોકો WHATS APP  યુઝ કરે છે...

No description available.

તમારા મોબાઈલની સૌથી મહત્વની એપ્લિકેશન WHATS APPની રસપ્રદ કહાની
આજે આપણે WHATS APPને સરળતાથી ઉપયોગ કરી શકીએ છીએ તો તેનો શ્રેય બે મિત્રો બ્રાયન એક્ટન અને જોન કોમને જાય છે. વર્ષ 2009માં WHAT'S APP  મેસેજિંગ એપ્લિકેશનની શરૂઆત થઈ. WHAT'S APP  ફાઉન્ડર તે પહેલા YAHOO કંપનીમાં કામ કરતા હતા. બંને મિત્રોએ નોકરી છોડી ફરવા જવાનું વિચાર્યું. વિશ્વમાં અનેક જગ્યાએ ફર્યા બાદ તેમના રૂપિયા પૂર્ણ થઈ ગયા અને પાસે રૂપિયા પણ વધ્યા નહોંતા. બંને મિત્રોએ ફેસબુકમાં નોકરી માટે એપ્લાય કર્યુ પરંતું ફેસબુકે તેમને નોકરી ન આપી.

No description available.

WHATS APP  બનાવવાનો વિચાર આવ્યો
YAHOO માં બંનેના બચતના 40 હજાર ડોલર હતા. જોન કોમે એ રૂપિયામાંથી જાન્યુઆરી 2009માં આઈફોન ખરીદ્યો. જોન કોમને લાગ્યું કે ભવિષ્યના વર્ષોમાં એપ્લિકેશનના ઉપયોગનું ચલણ વધશે. જોન કોમે વિચાર્યું કે એવી એપ્લીકેશન બનાવીએ જેનાથી વપરાશકર્તા સંદેશાની આપ-લે સરળતાથી કરી શકે. લોકો પોતાના મિત્રો, પરિવાર અને વ્યવસાયિક લોકો સાથે સરળતાથી સંપર્ક કરી શકે. જોન કોમ અને બ્રાયન એક્ટને આ કામ માટે YAHOOના 5 સહકર્મીઓની મદદ લીધી અને તે લોકોને પોતાની સાથે જોડ્યા. ત્યારબાદ એપ્લેકેશન ડેવ્લોપમેન્ટ માટે રશિયાના ડેવ્લોપર ઈગોર સોલો મનિકોવની મદદ લીધી. ભારે મહેનત બાદ એપ્લિકેશન વિકસાવવામાં આવી. જોન કોમે આ એપ્લિકેશનનું શરૂઆતમાં નામ WHAT'S UP રાખ્યું જે પછીથી WHAT'S APP થયું.

WHATS APP તો તૈયાર પણ મુશ્કેલીઓ અનેક
વર્ષ 2019માં 24 ફેબ્રુઆરીએ જોન કોમે કેલિફોર્નિયામાં WHATS APP.INC કરીને કંપની બનાવી. WHAT'S APP શરૂઆતમાં ક્રેશ થઈ જાય અથવા હેંગ થઈ જતુ હતું. સતત નિષ્ફળતા મળતા જોન કોમે વિચાર્યું કે આ એપ્લિકેશન સફળ નહીં રહે જેથી તેના પર વધારે કામ કરવાનું તેમને છોડી દીધું.  બ્રાયન એક્ટને સમજાવતા જોન કોમે ફરી એપ્લિકેશન પર કામ કરવાનું શરૂ કર્યું. જૂન 2009માં I PHONE માં વોટ્સએપમાં PUSH NOTIFICATION ફિચર આપવામાં આવ્યું. આ સાથે અન્ય એક ફિચર આપવામાં આવ્યું જેમાં કોઈ ફ્રેન્ડ સ્ટેટ્સ મૂકે અને તેના મિત્રને તેનું નોટિફિકેશન મળે. આ ફિચરથી વોટ્સએપ વધારે પ્રચલિત થયું અને WHATS APPના યુઝર IOSમાં 2,50,000 થયા.

ઓક્ટોબર 2019માં  બ્રાયન એક્ટને પોતાના 5 મિત્રોને WHATS APP માં રૂપિયા રોકવા મનાવ્યા. તેના મિત્રોએ 2.50 લાખ ડોલર વોટ્સએપ કંપનીમાં રોક્યા. ત્યારબાદ અન્ય પ્લેટફોર્મ પર WHAT'S APPના વર્ઝન બનાવવાની તૈયારી કરાઈ. ડિસેમ્બર 2019માં WHATS APP ને ફ્રીના બદલે PAID કરી દેવામાં આવ્યું. સતત વધતા યુઝર્સ અને તેના કારણે WHATS APPએ TEXT VERIFICATION માટે રૂપિયા ચૂકવવા પડતા હતા. વર્ષ 2011માં  SEQUOIA CAPITAL નામની કંપનીએ 8 મિલિયન ડોલર રોક્યા હતા. ફેબ્રુઆરી 2013માં વોટ્સએપમાં 200 મિલિયન એક્ટિવ યુઝર્સ હતા. 50 લોકો વોટ્સએપ માટે કામ કરતા હતા. SEQUOIA CAPITAL એ ફરી 50 મિલિયન ડોલરનું રોકાણ કર્યું. વર્ષ 2014માં WHAT'S APPના યુઝર્સ 500 મિલિયન થયા.

Kareena Kapoor Khan બીજીવાર બની માતા, તૈમૂરને મળ્યો નાનો ભાઈ

વર્ષ 2014માં ફેસબુકે WHATS APPને 19 બિલિયન ડોલરમાં ખરીદ્યો.આ ડીલમાં 4 બિલિયન રોકડ તો 12 બિલિયન ડોલરના ફેસબુકના શેર આપવામાં આવ્યા. બાકીના 3 બિલિયન રિસ્ટ્રીકટેડ સ્ટોક તરીકે રાખવામાં આવ્યા. ત્યારબાદ WHATS APP તમામ ઓપરેટિંગ સિસ્ટમમાં ફ્રી થઈ ગઈ. જીવનમાં અભ્યાસ કે નોકરીમાં ક્યારેક નિષ્ફળતા મળે ત્યારે લોકો નાસીપાસ થઈ જતા હોય છે. ત્યારે વોટ્સએપના ફાઉન્ડરની કહાની પ્રેરણાદાયી છે... જે FACEBOOK કંપનીએ બંને મિત્રોને નોકરી ન આપી અને બંનેએ ત્યારબાદ એવું કામ કર્યું કે FACEBOOK એ જ દુનિયાની સૌથી મોંઘી ડીલ WHAT'S APP સાથે કરી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news