Viral Video: લગ્ન સમારોહનો અત્યંત ચોંકાવનારો વીડિયો, થૂંક લગાવીને રોટલી શેકી રહ્યો છે શખ્સ

આ વીડિયો જોઈને તમારા હાજા ગગડી જશે. નૌશાદ ઉર્ફે સુહેલ લગ્નમાં રોટલી બનાવતી વખતે તેના પર થૂંકતો જોવા મળી રહ્યો છે. ધરપકડ બાદ પૂછપરછમાં તેણે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. 

Viral Video: લગ્ન સમારોહનો અત્યંત ચોંકાવનારો વીડિયો, થૂંક લગાવીને રોટલી શેકી રહ્યો છે શખ્સ

મેરઠ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના મેરઠથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. વાત જાણે એમ છે કે એક લગ્ન સમારોહમાં વ્યક્તિએ તંદૂરમાં રોટલી શેકતી વખતે થૂંક લગાવ્યું. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ (Viral Video) થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. 

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વ્યક્તિ રોટલી બનાવતી વખતે તેના પર થૂંકી રહ્યો છે. વાયરલ વીડિયો જોયા બાદ લોકોએ કહ્યું કે વ્યક્તિની આ હરકતથી કોરોનાની બીમારી ફેલાઈ શકે છે. જ્યારે કેટલાક  લોકોએ કહ્યું કે થૂંક લગાવેલી રોટલી ખાવાથી તેમનો ધર્મ ભ્રષ્ટ થઈ ગયો. આ બધા વચ્ચે હિન્દુ જાગરણ મંચ (Hindu Jagran Manch) તરફથી આરોપી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાયો છે. 

પોલીસે જણાવ્યું કે હિન્દુ જાગરણ મંચના અધ્યક્ષ સચિન સિરોહીએ પોલીસ સ્ટેશન હાજામાં ફરિયાદ દાખલ કરી છે કે અરોમા ગાર્ડન ગઢ રોડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં નૌશાદ ઉર્ફે સુહેલ લગ્નમાં રોટલી બનાવતી વખતે થૂંકતો જોવા મળી રહ્યો છે. 

આ કલમ હેઠળ ગુનો નોંધાયો
ફરિયાદ મુજબ નૌશાદ રોટલીઓ પર થૂંકતો હોવાના કારણે લોકોને કોરોનાની બીમારી થઈ શકે છે. પોલીસે આઈપીસીની કલમ 269, 270, 118 અને મહામારી અધિનિયમની કલમ 03 હેઠળ નૌશાદ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. 

— @tweetBYपत्रकार (@kumarayush084) February 19, 2021

પોલીસના જણાવ્યાં મુજબ સોશિયલ મીડિયા પર નૌશાદનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે 16 ફેબ્રુઆરીનો છે. આ વીડિયો મેરઠના અરોમા ગાર્ડન ગઢ રોડ પોલીસ સ્ટેશન મેડિકલ ક્ષેત્રમાં બનાવવામાં આવ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે આ વીડિયો નૌશાદે પોતે જ બનાવ્યો હતો. 

પૂછપરછમાં આરોપીએ શું જણાવ્યું
આરોપી નૌશાદની પોલીસે શનિવારે સાંજે ધરપકડ કરી. ત્યારબાદ પોલીસે નૌશાદની પૂછપરછ પણ કરી. આ દરમિયાન નૌશાદે કબૂલ કર્યું કે વાયરલ વીડિયોમાં જોવા મળી રહી છે તે વ્યક્તિ તે પોતે છે. તેણે રોટલી બનાવતી વખતે થૂંક લગાવ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news