WhatsApp યૂઝર્સને જલસા! હવે મોકલી શકાશે 2GB સુધીની ફાઈલ, જાણી લો સંપૂર્ણ માહિતી

હાઈ રિઝોલ્યુશન ફોટોઝ-વીડિયોઝ મોકલવા માગો છો, તો વ્હોટ્સેપ લાવી રહ્યું છે નવું અપડેટ, જેમાં મોકલી શક્શો 2GB સુધીની ફાઈલ.

WhatsApp યૂઝર્સને જલસા! હવે મોકલી શકાશે 2GB સુધીની ફાઈલ, જાણી લો સંપૂર્ણ માહિતી

નવી દિલ્લીઃ મેટા-માલિકીનું ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsApp પર મોટી ફાઈલો શેર કરવાની લાંબા સમયથી લોકો રાહ જોઈ રહ્યાં છે. વોટ્સએપ પર મોટી ફાઈલો શેર કરવામાં યુઝર્સને ઘણી પરેશાની થઈ રહી છે. પરંતુ આ સમસ્યા હવે ખતમ થવા જઈ રહી છે. રિપોર્ટ મુજબ, WhatsAppમાં ટૂંક સમયમાં એક નવું અપડેટ આવવાનું છે, જે બાદ વપરાશકર્તાઓ WhatsApp પર 2 GB સુધીની ફાઈલ સરળતાથી શેર કરી શકશે.

WABetainfoના એક રિપોર્ટ મુજબ, નવું અપડેટ iOS અને Android બંને માટે આવશે, જોકે હાલમાં તેનું બીટા વર્ઝન પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. હાલમાં, વપરાશકર્તાઓ 100 MB સુધીની ફાઈલ શેર કરી શકે છે. WhatsApp આર્જેન્ટિનામાં iOS અને Android બંને એપના બીટા વર્ઝન પર 2GB ફાઈલ શેરિંગનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. નવા ફીચરને WhatsApp બીટાના એન્ડ્રોઈડ વર્ઝન 2.22.8.5, 2.22.8.6 અને 2.22.8.7 પર જ્યારે iOS બીટા વર્ઝન 22.7.0.76 પર જોઈ શકાય છે.

છેલ્લા એક વર્ષમાં, લોકોના ફોનના કેમેરાની ક્વોલિટીમાં ઘણો સુધારો થયો છે, જેના પછી લોકો મોટી ફાઈલો શેર કરવા માગે છે. પરંતુ લિમિટેશન્સને કારણે લોકો હાઈ રિઝોલ્યુશન ફોટા અથવા વીડિયોઝ શેર કરી શકતા નથી. આવી સ્થિતિમાં, 2 જીબી સુધીના ફાઈલ શેરિંગનો વિકલ્પ ખરેખર લોકોના હિતમાં હશે. જો કે સંપૂર્ણ રિઝોલ્યુશનમાં ઈમેજ શેર કરવાની સુવિધા ક્યારે ઉપલબ્ધ થશે તે હજુ સ્પષ્ટ નથી. હાલમાં તો WhatsApp દ્વારા મોકલવામાં આવતી ફાઇલોને કમ્પ્રેસ કરવામાં આવે છે. જેને કારણે ફોટો અથવા વીડિયોની અસલ સાઈઝ કરતા નાની થઈ જાય છે તેમજ ક્વોલિટી પણ ઘટી જાય છે.

રિએક્શન ફીચર Coming soon-
મેસેજિંગ એપ WhatsApp ટૂંક સમયમાં જ 6 ઈમોજી રિએક્શન લોન્ચ કરવા જઈ રહ્યું છે. WhatsAppનું નવું અપડેટ એન્ડ્રોઈડના બીટા યુઝર્સ માટે હશે. રિપોર્ટ અનુસાર, આ અપડેટ બાદ WhatsAppના એન્ડ્રોઈડ યુઝર્સ કોઈપણ મેસેજ પર રિએક્શન આપી શકશે. આપને જણાવી દઈએ કે ઈમોજી રિએક્શન ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક મેસેન્જર પર પહેલાથી જ ઉપલબ્ધ છે. ડિસકોર્ડ, સ્લેક અને ટેલિગ્રામ પર ઈમોજી રિએક્શન પહેલાથી જ ઉપલબ્ધ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news