ટુ વ્હીલર ખરીદવા ગ્રાહક 90 હજારના સિક્કા લઈ આવ્યો, શો રૂમના કર્મચારીઓને સિક્કા ગણવામા અડધો દિવસ નીકળ્યો

ajab gajab news : ટુવ્હીલર ખરીદવા આવેલા ગ્રાહકે આપેલા 90 હજાર રૂપિયાના સિક્કા ગણવા શો રૂમનો આખો સ્ટાફ બેસી ગયો હતો. સવારથી લઈને બપોર સુધી સ્ટાફે મળીને રૂપિયા ગણ્યા, તેના બાદ ગ્રાહક ખુશીખુશી ટુવ્હીલર ખરીદીને પરત ફર્યો

 ટુ વ્હીલર ખરીદવા ગ્રાહક 90 હજારના સિક્કા લઈ આવ્યો, શો રૂમના કર્મચારીઓને સિક્કા ગણવામા અડધો દિવસ નીકળ્યો
  • ગ્રાહકે રૂપિયા 90,000 ના સિક્કા આપી નવું ટુવ્હીલર ખરીદ્યું
  • શો રૂમના સ્ટાફને સિક્કા ગણતા અડધો દિવસ થયો

તેજસ દવે/મહેસાણા :આજનો સમય ડિજીટલ યુગનો છે. લોકો ખિસ્સામાં પણ રૂપિયા રાખતા નથી. ઘરની બહાર નીકળે તો માત્ર મોબાઈલ લઈને નીકળે. જ્યાં જાય ત્યાં ડિજીટલ પેમેન્ટ કરે. ડિજીટલ યુગમા રૂપિયાના વહેવાર ઓછા થાય, ત્યાં સિક્કાના વહેવાર તો બહુ દૂરની વાત છે. આજકાલ સિક્કા સ્વીકારવા કોઈ દુકાનદાર તૈયાર નથી, ત્યારે એક ગ્રાહકે 90,000 સિક્કાથી નવું વાહન ખરીદ્યું છે. મહેસાણાનો આ કિસ્સો ગજબનો છે.

મહેસાણામાં ટુ વ્હીકરના શો રૂમ ઉપર એક ગ્રાહક નવું વાહન ખરીદવા રોકડા સિક્કા લઈને પહોંચી ગયો હતો. દૂધના વ્યવસાય સાથે સંકળાયેલ ગ્રાહક રૂપિયા 90,000 ના સિક્કા લઈ અનેક શો રૂમ ઉપર નવું ટુ વ્હીલર ખરીદવા ફર્યા હતા. પરંતુ કોઈએ રોકડ સિક્કા સ્વીકાર્યા ન હતા. પરંતુ મહેસાણા રાધનપુર રોડ ઉપર આવેલા એક શો રૂમે ગ્રાહકને ભગવાન ગણીને રોકડ રૂપિયા સ્વીકાર્યા હતા અને તેમને નવું ટુ વ્હીલર આપ્યું હતું. પણ બીજી તરફ, શો રૂમના સ્ટાફને રોકડા સિક્કા ગણવામાં અડધો દિવસ જતો રહ્યો હતો. આમ, એક દૂધનો વેપાર કરતા વેપારીએ રોકડ સિક્કા આપી નવું વાહન ખરીદવાના કિસ્સાએ ચર્ચા જગાવી હતી. 

પરચૂરણ લઈને ટુવ્હીલર આવેલા ગ્રાહકને જોઈને કર્મચારીઓ પણ ચોંકી ગયા હતા. શો રૂમના કર્મચારીએ જણાવ્યુ કે, દૂધના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તેમણે કહ્યુ કે, મારી પાસે 90000 ના રોકડ છે. અમારા માટે ગ્રાહક ભગવાન સમાન હોય છે. અમને ભલે રૂપિયા ગણવામા સમય ગયો, પણ અમે તેમની ઈચ્છા પૂરી કરી હતી. તેઓ નવી ગાડી લઈને ઘરે ગયા તેનો મને આનંદ છે. તેઓ સિક્કા લઈને બેકમાં પણ ગયા હતા, પણ બેંકે કહ્યુ કે અમારી પાસે પણ એટલો સ્ટાફ નથી કે અમે તેને ગણી શકીએ. તેથી તેઓ અનેક શો રૂમમા રોકડ લઈને ફર્યા હતા. આખરે અમે તેમની લાગણી જોઈને સિક્કા સ્વીકાર્યા હતા અને ગાડી આપી હતી.  
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news