WhatsApp નું ખાસ ફીચર ગ્રુપ વીડિયો કોલિંગ લોંચ, યૂજર્સ આ રીતે ઉઠાવી શકે છે ફાયદો
ફેસબુકની ઇસ્ટંટ મેસેજિંગ એપ વોટ્સઅપમાં પહેલાં ઓડિયો કોલિંગની શરૂઆત કરવામાં આવી. પછી વીડિયો કોલિંગ આવ્યું અને હવે ગ્રુપ વીડિયો કોલિંગની શરૂઆત થઇ ચૂકી છે. ડેવલોપર કોંફ્રેંસ F8 માં કંપનીએ તેની જાહેરાત કરી હતી. ગ્રુપ કોલિંગ વીડિયો માટે જ નહી, પરંતુ ઓડિયો માટે પણ છે. વોટ્સએપના અનુસાર વીડિયો કોલિંગનું આ ફીચર લાઇવ કરી દેવામાં આવ્યું છે. આજથી દુનિયાભરના iOS યૂજર્સ અને એંડ્રોઇડ યૂજર્સને મળશે. વોટ્સઅપ ગ્રુપ કોલિંગમાં ચાર યૂજર્સ એકસાથે વીડિયો ચેટ કરી શકે છે.
Trending Photos
નવી દિલ્હી: ફેસબુકની ઇસ્ટંટ મેસેજિંગ એપ વોટ્સઅપમાં પહેલાં ઓડિયો કોલિંગની શરૂઆત કરવામાં આવી. પછી વીડિયો કોલિંગ આવ્યું અને હવે ગ્રુપ વીડિયો કોલિંગની શરૂઆત થઇ ચૂકી છે. ડેવલોપર કોંફ્રેંસ F8 માં કંપનીએ તેની જાહેરાત કરી હતી. ગ્રુપ કોલિંગ વીડિયો માટે જ નહી, પરંતુ ઓડિયો માટે પણ છે. વોટ્સએપના અનુસાર વીડિયો કોલિંગનું આ ફીચર લાઇવ કરી દેવામાં આવ્યું છે. આજથી દુનિયાભરના iOS યૂજર્સ અને એંડ્રોઇડ યૂજર્સને મળશે. વોટ્સઅપ ગ્રુપ કોલિંગમાં ચાર યૂજર્સ એકસાથે વીડિયો ચેટ કરી શકે છે.
ગ્રુપ વીડિયો કોલિંગ નવું નથી, ઘણી એપ્સ આ સુવિધા આપે છે. પરંતુ વોટ્સએપનું કહેવું છે આ ફિચરને એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે જેથી હાઇ સ્પીડ ઇન્ટરનેટની જરૂર નહી પડે. કંપનીએ કહ્યું કે આ વીડિયો કોલ એન્ડ ટૂ એન્ડ એનક્રિપ્ટેડ હશે જે વોટ્સઅપના મેસેજ હોય છે.
વોટ્સએપ ગ્રુપ વીડિયો કોલિંગની શરૂઆત કરવા માટે યૂજરને સૌથી પહેલાં એકને કોલ લગાવવાનો હશે ત્યારબાદ તમે બે લોકોને એડ કરી શકો છો. આ ફીચર બાદ બીજા વીડિયો કોલિંગ પ્લેટફોર્મ જેવા સ્કાઇપને ટક્કર મળવાની આશા છે. વોટ્સનો યૂજરબેસ મોટો છો અને દુનિયાભરમાં તેના 1.5 બિલિયન મંથલી એક્ટિવ યૂજર્સ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ફેસબુકની જ કંપની ઇંસ્ટાગ્રામે વીડિયો કોલિંગનું ફિચર તાજેતરમાં જ લોંચ કર્યું છે. કુલમળીને ફેસબુક, મેસેંજર, વોટ્સએપ અને ઇંસ્ટાગ્રામ આ બધા ફેસબુકના પ્લેટફોર્મ પર હવે વીડિયો કોલિંગની શરૂઆત થઇ ચૂકી છે. જો તમારા વોટસએપમાં આ ફીચર નથી આવ્યું તો એપ સ્ટોર અથવા પ્લે સ્ટોર પરથી અપડેટ કરી શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે