VIDEO: આવી રહ્યો છે OnePlus 6નું નવું વર્જન, કાલે થશે લોંચ, જાણો શું છે ફીચર્સ
નવું વર્જન 2 જૂલાઇને લોંચ કરવામાં આવશે. સ્માર્ટફોનને આ વર્ષે ગ્લોબલી લોંચ કરવામાં આવ્યો હતો. કંપની પહેલા વર્જનને મિરર બ્લેક અને મિડનાઇટ બ્લેક કલર વેરિએંટમાં ઉતાર્યો હતો.
Trending Photos
વનપ્લસ (OnePlus) 6ના નવા વર્જનની રાહ જોઇ રહેલા લોકો માટે ખુશખબરી છે. નવું વર્જન 2 જૂલાઇને લોંચ કરવામાં આવશે. સ્માર્ટફોનને આ વર્ષે ગ્લોબલી લોંચ કરવામાં આવ્યો હતો. કંપની પહેલા વર્જનને મિરર બ્લેક અને મિડનાઇટ બ્લેક કલર વેરિએંટમાં ઉતાર્યો હતો. આ ઉપરાંત માર્વલ એવેંજર્સ લિમિટેડ એડિશન પણ રજૂ કરવામાં આવ્યો હતો. હવે તેનું વર્જન અને કલર વેરિએન્ટ રજૂ થવાનું છે. ચીની ફોન નિર્માતા કંપની 2 જૂલાઇને તેને લોંચ કરશે. વનપ્લસે ટ્વિટર પર પોતે તેનો ખુલાસો કર્યો હતો. વનપ્લસ 6 લાવા રેડ વેરિએન્ટ લોંચ કરવાના સંકેત આપવામાં આવ્યા છે. તેના માટે એક ટીઝર વીડિયો શેર કરવામાં આવ્યો છે. આશા છે કે ભારતીય બજારમાં પણ તેને ઉતારવામાં આવશે.
કેવું છે વીડિયો ટીઝર
વનપ્લસે પોતાના ઓફિશયલ ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો ટીઝર શેર કર્યો છે. તેને કંપનીએ ટેગલાઇન 'Now initiating: C61422. Do you wish to continue?' આપી છે. કંપનીએ ડાર્ક રેડ કલર વેરિએન્ટ માટે આરજીબી કોડ C61422 ઇશ્યૂ કરવામાં આવ્યો છે. ટીઝરમાં 2 જૂલાઇની ડેટ પણ આપવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે કંપની રેડ-કલરવાળા વનપ્લસ 6 સ્માર્ટફોનને આવતીકાલે લોંચ કરવામાં આવી શકે છે. વનપ્લસ ઇંડીયાએ પણ ટ્વિટર પર આ ટ્વિટને શેર કર્યો છે. આશા વ્યક્ત કરવામાં આવી રહ્યું છે કે ભારતમાં પણ તે સમયે નવો કલર વેરિએંટ લોંચ કરવામાં આવશે.
8 જીબી રેમની સાથે થશે લોંચ
વનપ્લસ 6 રેડ વેરિએન્ટની રેમ અને સ્ટોરેજને લઇને કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ તેને 8 જીબી રેમ તથા 256 જીબી વેરિએન્ટમાં લોંચ કરવાની આશા છે. નવા વેરિએન્ટને તાજેતરમાં જ લોંચ થયેલા મિડનાઇટ બ્લેક કલરની માફક 43,999 રૂપિયામાં લોંચ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત વનપ્લસ 6 રેડ કલર વેરિએન્ટની તસવીરને સ્લૈશલીક્સે શેર પણ કર્યો છે.
Now initiating: C61422. Do you wish to continue? https://t.co/QTDxIcWP5N #OnePlus6 pic.twitter.com/mTyjqk5FZZ
— OnePlus (@oneplus) June 29, 2018
3 રેમ અને વેરિએન્ટમાં થયો લોંચ
તમને જણાવી દઇએ કે વનપ્લસ 6ને ભારતમાં ત્રણ રેમ તથા સ્ટોરેજ વેરિએન્ટમાં લોંચ કરવામાં આવ્યો છે. 6 જીબી રેમ/ 64 જીબી સ્ટોરેજની કિંમત 34,999 રૂપિયા, 8 જીબી રેમ/ 128 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 39,999 રૂપિયા અને 8 જીબી રેમ તથા 256 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 43,999 રૂપિયા છે.
સોફ્ટવેર મેંટેનસ
કંપનીએ તેને અઠવાડિયાની શરૂઆતમાં વનપ્લસના નવા સોફ્ટવેર મેંટેનન્સ શિડ્યૂલનું એલાન કર્યું હતું. તેના હેઠળ કંપનીએ બધા લેટેસ્ટ વનપ્લસ હેન્ડસેટ માટે બે વર્ષ સુધી એંડ્રોઇડ અપડેટ્સ અને ત્રણ વર્ષ સુધી સિક્યોરિટી અપડેટ આપવાની જાહેરાત કરી હતી. તેમાં વનપ્લસ 3, વનપ્લસ 4ટી, વનપ્લસ 5, વનપ્લસ 5ટી અને વનપ્લસ 6 સ્માર્ટફોન્સ સામેલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે