Vu 100 Super TV ભારતમાં 4K 100-Inch Panel સાથે થયું લોન્ચ, 8 લાખ રૂપિયાની કિંમત

Vu 100 Super TV ને ભારતમાં 8 લાખ રૂપિયાની કિંમતમાં લોન્ચ કરવામાં આવ્યું છે. જો તમે આ ટીવીને ખરીદવા માંગો છો તો કંપની તેનું વેચાણ આગામી અઠવાડિયેથી શરૂ થશે. Vu 100 Super TV Android અને Windows 10 બંને ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે.

Vu 100 Super TV ભારતમાં 4K 100-Inch Panel સાથે થયું લોન્ચ, 8 લાખ રૂપિયાની કિંમત

નવી દિલ્હી: Vu એ ભારતમાં Vu 100 Super TV ને લોન્ચ કરી દીધો છે. કંપનીનું આ 100ઇંચનું TV 4K ટેલીવિઝન છે. Vu ના આ ટીવીનું વેચાણ ભારતમાં આગામી અઠવાડિયેથી શરૂ થશે. Vu 100 Super TV Dolby અને DTS ટેક્નોલોજી સપોર્ટ સાથે આવે છે. ટીવીમાં કનેક્ટિવિટી માટે ઘણા ઓપ્શન છે. તેમાં Bluetooth v5.0 અને મલ્ટીપલ USB ports છે. 

Vu 100 Super TV ને ભારતમાં 8 લાખ રૂપિયાની કિંમતમાં લોન્ચ કરવામાં આવ્યું છે. જો તમે આ ટીવીને ખરીદવા માંગો છો તો કંપની તેનું વેચાણ આગામી અઠવાડિયેથી શરૂ થશે. Vu 100 Super TV Android અને Windows 10 બંને ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. ટીવીમાં 100-inch 4K ડિસ્પ્લે પેનલ છે. TV માં તમે Intel Core i3 અને Core i5 processors છે. આ ઉપરાંત તેમાં 4GB DDR RAM અને 120GB ઓનબોર્ડ સ્ટોરેજ છે.

Vu એ તેમાં ટીવી ટ્યૂનર ટેક્નોલોજી આપી છે. તમે તેના દ્વારા સ્કાઇપ કોલ પણ કરી શકો છો. ટીવી વાયરલેસ QWERTY કીબોર્ડ અને એરમાઉસ સાથે આવે છે. Vu 100 Super TV માં JBL સ્પીકરની સાથે ઇનબિલ્ટ વૂફર છે જે 2,000 વોટ સાઉન્ડ આઉટપુટ આપે છે. TV ડોલ્બી અને DTS ઓડિયો સપોર્ટ કરે છે. Vu 100 Super TV માં ત્રણ USB પોર્ટ, Bluetooth v5.0, HDMI, AV, YPbPr, અને RF સપોર્ટ સાથે ફીચર્સ છે. આ પહેલાં કંપનીએ Vu એ ભારતમાં TV ની રેંજને વધારતાં તેમાં કેટલાક નવા 4K TV ઉમેર્યા છે. કંપની ચાર નવા એંડ્રોઇડ 4K TV મોડલ લઇને આવી છે, જેમાં 43-ઇંચ થી માંડીને 65 ઇંચ સુધી LED TV સામેલ છે. તેમાંથી પહેલું 4K TV 43-ઇંચનું એંડ્રોઇડ 4K TV છે અને અન્યમાં 50 ઇંચ, 55 ઇંચ અને 65-ઇંચ સાઇઝના TV છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news