સચિનનો રેકોર્ડ તોડતી વખતે કોહલીએ કાંડા પર પહેર્યો હતો આ ખાસમખાસ ડિવાઈસ, ખાસિયતો ખાસ જાણો

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપ 2023ની પહેલી સેમી ફાઈનલમાં અનેક રેકોર્ડ તૂટ્યા અને બન્યા પણ  ખરા. વિરાટ કોહલીએ વનડે મેચમાં સદીઓની અડધી સદી ફટકારીને સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો. આ દરમિયાન વિરાટની એક એવી તસવીર સામે આવી જેમાં તેણે તેમના હાથમાં કઈ પટ્ટા જેવું પહેરી રાખ્યું છે. વોચ જેવી દેખાતી આ પ્રોડક્ટ વોચ નથી તો પછી શું છે?

સચિનનો રેકોર્ડ તોડતી વખતે કોહલીએ કાંડા પર પહેર્યો હતો આ ખાસમખાસ ડિવાઈસ, ખાસિયતો ખાસ જાણો

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપ 2023ની પહેલી સેમી ફાઈનલમાં અનેક રેકોર્ડ તૂટ્યા અને બન્યા પણ  ખરા. વિરાટ કોહલીએ વનડે મેચમાં સદીઓની અડધી સદી ફટકારીને સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો. આ દરમિયાન વિરાટની એક એવી તસવીર સામે આવી જેમાં તેણે તેમના હાથમાં કઈ પટ્ટા જેવું પહેરી રાખ્યું છે. વોચ જેવી દેખાતી આ પ્રોડક્ટ વોચ નથી તો પછી શું છે? તમને જણાવી દઈએ કે આ એક ફિટનેસ બેન્ડ છે પરંતુ આ ફિટનેસ બેન્ડ કોઈ પણ બીજા ફિટનેસ બેન્ડ કે ટ્રેકર કરતા એકદમ અલગ છે. આ ફિટનેસ બેન્ડ Whoop બ્રાન્ડનો છે. જે હાલ ભારતમાં લોન્ચ પણ થયો નથી. માર્કેટમાં અનેક પ્રકારની સ્માર્ટ વોચ અને ફિટનેસ બેન્ડ હાજર છે. પરંતુ આ એકદમ અલગ પ્રકારનો છે. તેમાં ડિસ્પ્લે નથી અને તે ચાર્જ પણ અલગ પ્રકારે થાય છે. તેના ફીચર્સ જાણીને તમે ચોંકી જશો. 

વિરાટ જ નહીં અન્ય ભારતીય ક્રિકેટ  ખેલાડીઓના કાંડા પર તમને આવો બેન્ડ જોવા મળી શકે છે. સવાલ એ છે કે જ્યાં દુનિયા એપલ વોચ અને અન્ય સ્માર્ટ વોચ પાછળ ભાગી રહી છે તો ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ આ ફિટનેસ બેન્ડ કેમ પહેરી રહ્યા છે. 

— Will Ahmed (@willahmed) October 30, 2023

શું તેની ખાસિયત?
આ બ્રાન્ડની શરૂઆત 2015માં થઈ. વિલ અહેમદ તેના CEO અને ફાઉન્ડર છે. કંપનીએ વર્ષ 2015માં પોતાનો પહેલો ડિવાઈસ WHOOP 1.0 લોન્ચ કર્યો હતો. વર્ષ 2021માં કંપનીએ તેનું 4.0 વર્ઝન લોન્ચ કર્યું. હાલમાં આ કંપનીએ OpenAI સાથે પાર્ટનરશીપ કરી છે. જે હેઠળ કંપનીએ WHOOP Coach ને લોન્ચ કર્યું છે. 

સામાન્ય રીતે અન્ય ફિટનેસ ટ્રેકર દ્વારા મેજર કરાયેલો ડેટા સટિક હોતો નથી. પરંતુ Whoop નું કહેવું છે કે Whoop Band દ્વારા ટ્રેક કરાયેલો હેલ્થ અને ફિટનેસ ડેટા 99 ટકા એક્યુરેટ હોય છે. આ બેન્ડ ફક્ત ટ્રેન જ નથી કરતો પરંતુ રિયલ ટાઈમ સ્ટ્રેસ સ્કોર પણ દેખાડે છે. આ એક રિકવરી ફોક્સ્ડ ટ્રેકર છે. જે ખેલાડીઓને એ પણ જણાવે છે કે તેમનું બોડી રમવા માટે કેટલું તૈયાર છે અને કઈ પ્રકારના ઈમ્પ્રુવમેન્ટની જરૂર છે. 

દાખલા તરીકે તેમાં એક સ્લીપ કોચનું ફીચર છે જે એ દેખાડે છે કે કેટલું અને કેવી રીતે સૂવાથી બોડી બેસ્ટ પરફોર્મ કરી શકે છે. આ અન્ય ટ્રેકરની જેમ ફક્ત એ નથી દેખાડતું કે તમારે કેટલા કલાક સૂવું જોઈએ અને કેટલા કલાક સૂઈ રહ્યા છો. પરંતુ તે દરરોજ તમારા બોડીની જરૂરિયાત પ્રમાણે એ દેખાડે છે કે આજે તમે કેટલા કલાક સૂઈ જશો તો તમારું બોડી 100 ટકા પરફોર્મ કરી શકે છે. 

આ ફિટનેસ બેન્ડ સબ્સક્રિપ્શન બેસ્ડ છે. તેને યૂઝ કરવા માટે તમારે મંથલી સબ્સ્ક્રિપ્શન ફી આપવી પડશે. WHOOP 4.0 ની મદદથી તમે હાર્ડ રેટ વેરેબિલિટી, ટેમ્પરેચર, રેસ્પિરેશન રેટ, બ્લડ ઓક્સિજન લેવલ, કેલેરી એક્સપેન્ડેડ, અને અન્ય ચીજોને ટ્રેક કરી શકો છો. આ ફિટનેસ બેન્ડ આ ડેટાને એક સેકેન્ડમાં 100વાર કલેક્ટ કરે છે. 

કિંમત કેટલી?
તેમાં તમને કોઈ ડિસ્પ્લે જોવા મળશે નહીં. તમે તેને 24x7 પહેરી શકો છો. તેની મદદતી તમે તમારી ઊંઘને પણ ટ્રેક કરી શકો છો અને આખો દિવસ ખર્ચેલી એનર્જી અને બીજા દિવસે સવારે તમે કેટલું રિકવર કર્યું તે બંનેનો ડેટા મળે છે. 12 મહિનાના સબ્સક્રિપ્શન સાથે તમે આ ફિટનેસ બેન્ડને 239 ડોલરમાં ખરીદી શકો છો. જો કે આ બેન્ડ ભારતમાં હાલ ઉપલબ્ધ નથી. 

તેનો મંથલી સબ્સ્ક્રિપ્શન ચાર્જ 30 ડોલર છે. મેકર્સને WHOOP એપનું પણ એક્સેસ મળે છે. તેને તમે ડેસ્કટોપ, iOS, અને એન્ડ્રોઈડ જેવા તમામ પ્લેટફોર્મ પર યૂઝ કરી શકો છો. 

— Will Ahmed (@willahmed) September 26, 2023

વિરાટ જ નહીં અન્ય પ્લેયર્સની સાથે પણ તમને આ ડિવાઈસ જોવા મળશે. સોશિયલ મીડિયા પર એવી અનેક તસવીરો જોવા મળશે જેમાં સૂર્યકુમાર યાદવ, વિરાટ કોહલી, મોહમ્મદ સિરાજના હાથમાં આ બેન્ડ જોવા મળી રહ્યો છે. આ ડિવાઈસનો ઉપયોગ દુનિયાભમાં ટોપ એથલેટ્સ દ્વારા પણ કરવામાં આવે છે. હાલમાં WHOOP એ Open AI સાથે પાર્ટનરશીપ કરી છે. Open AI ને આપણે AI ચેટબોટ ChatGPT માટે જાણીએ છીએ. આ પ્લેટફોર્મ સાથે પાર્ટનરશીપ કરીને WHOOP એ પોતાનું ફિટનેસ ટ્રેકર વધુ સારું બનાવ્યું છે. તેની મદદથી તમે ફિટનેસ સંલગ્ન તમામ સવાલોના જવાબ પૂછી શકો છો. 

તેની જાણકારી આપતા વીલ અહેમદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે તમે તેનાથી તમારી ફિટનેસના ડેટા સંબંધિત કોઈ પણ સવાલ કરી શકો છો. તમને તરત જ જવાબ મળી જશે. આ ડિવાઈસ માત્ર તમારી તમામ એક્ટિવિટી અને તેના પર ખર્ચ થનારી કેલેરીનું જ ધ્યાન રાખે એટલું નહીં પરંતુ તમે બીજા દિવસે એ પણ બતાવે કે તમે કોઈ ઈવેન્ટ માટે કેટલા તૈયાર છો. બધુ મળીને તમને તેના પર રિકવરી રેટની જાણકારી મળે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news