અમદાવાદમાં વર્લ્ડકપની ફાઈનલ મેગા શો બની રહેશે, વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ જંગ માટે તૈયાર

world cup 2023 Final : ભારતીય ક્રિકેટ ટીમનું અમદાવાદમાં સ્વાગત......ભારતીય ટીમ અમદાવાદની ITC નર્મદા હોટલમાં .... અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે ફાઈનલ મેચ

અમદાવાદમાં વર્લ્ડકપની ફાઈનલ મેગા શો બની રહેશે, વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ જંગ માટે તૈયાર

Ahmedabad News : દક્ષિણ આફ્રિકાને હરાવીને વર્લ્ડ કપની ફાઈનલમાં ઑસ્ટ્રેલિયા પહોંચ્યું છે. ત્યારે હવે રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્લ્ડ કપની ફાઈનલ મેચ જોવા અમદાવાદ આવી શકે છે. ત્યારે આ ફાઈનલ અમદાવાદ માટે મેગા શો સાબિત થશે. વર્લ્ડ કપ 2023ના ફાઈનલ જંગ માટે અમદાવાદ તૈયાર થઈ રહ્યું છે. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં ફાઈનલ મેચ રમાનાર છે. 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા ફાઈનલ માટે મેદાન-એ-જંગમાં ઉતરશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચની તૈયારીઓ ચાલી રહી છે. આ મેચને ભવ્ય બનાવવા માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

મેચ જોવા કોણ કોણ આવશે 
ફાઈનલ જોવા પ્રધાનમંત્રી મોદી પણ અમદાવાદ આવવાના છે અને દર્શકોની જેમ સ્ટેડિયમમાં બેસીને ફાઈનલ જોશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આવતીકાલ સુધીમાં સત્તાવાર જાહેરાત થઈ શકે છે. પ્રધાનમંત્રીની મુલાકાતને પગલે વહીવટી અને પોલીસ તંત્ર પણ સજ્જ થયું છે. અમિત શાહ, કેટલાક કેન્દ્રીય મંત્રી પણ હાજર રહે તેવી સંભાવના છે. બીજા અનેક નામી અનામી હસ્તીઓ અને બિઝનેસ મેન સહિત સ્ટાર્સ મેચ જોવા આવે તેવી શક્યતા છે. પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ મેચ જોવા આવી શકે છે.  

આજે ટીમ પ્રેક્ટિસ કરશે 
વર્લ્ડ કપ 2023 જીતવા માટે ભારતીય ટીમ તૈયાર છે. 2003 ની હારનો બદલો લેવા ભારતીય ટીમ તૈયાર છે. 20 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને હરાવી ભારત 2003 ની હારનો હિસાબ કરશે. 19 તારીખે 4 થી વખથ વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમવા ભારતીય ટીમ મેદાને ઉતરશે. 19 તારીખે 8મી વખત વર્લ્ડ કપની ફાઈનલ રમવા ઓસ્ટ્રેલિયાની ટીમ મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમ ITC નર્મદા હોટલમાં રોકાઈ છે. 2023 ના વર્લ્ડ કપમાં હજુ સુધી ભારતની ટીમ એક પણ મેચ હારી નથી. આજે બપોરે 2 વાગ્યે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતીય ટીમ પ્રેક્ટિસ કરશે. 
       
વર્લ્ડ કપને લઇ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર બે દિવસ અગાઉથી માહોલ જામ્યો છે. ખેલાડીઓનો ઉત્સાહ વધારવા દર્શકો ઉત્સાહિત બન્યા છે. ક્રિકેટ નિહાળવા અન્ય રાજ્યોથી આવેલા લોકો બે દિવસ પહેલા અમદાવાદ પહોંચી રહ્યાં છે. સૌથી વધુ સેન્ચ્યુરી મારનારા વિરાટ કોહલીને સૌ કોઈ શુભકામનાઓ પાઠવતા જોવા મળ્યા છે. 

અમદાવાદની આઇટીસી નર્મદા હોટલ ખાતે ટીમ ઇન્ડીયાનું ભવ્ય સ્વાગત કરાયુ હુતં. હોટેલની લોબીમાં બનાવાઇ વિશાળ રંગોળી બનાવાઈ હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની વિશાળ પ્રતિકૃતિની રંગોળી બનાવાઇ હતી. We welcome the Indian World Cup team નું વિશાળ બેનર લગાડ્યું હતું. તો ક્રિકેટર્સ માટે ખાસ પ્રકારની વાનગીઓ બનાવાઈ છે. પીનટ બટર મલ્ટી બાજરી બ્રાઉની, તલ અને જુવાર પાક, અંજીર અને રાજગીરા પેડા, રાગી બાજરી અને બનાના વોલનટ કેક, પફ્ડ બાજરી કૂકીઝ તેમજ રાજગીરા અને જુવારના લાડુ બનાવાયા છે. 

અમદાવાદમાં યોજાનારી વર્લ્ડ કપની ફાઇનલ મેચ પહેલા ભવ્ય એર શો યોજાવાનો છે. આ માટે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની આસપાસ એરશો માટે રિહર્સલ યોજાયું હતું. વર્લ્ડ કપની ફાઇનલ મેચ પહેલા એર શો યોજવા માટે પરવાનગી માંગવામાં આવી છે. વર્લ્ડ કપની ફાઇનલને દર્શકો માટે યાદગાર બનાવવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news