USB Condom શું છે? ગુજરાતના જુવાનિયાંઓ કેમ ખિસ્સામાં લઈને ફરતા થયા છે આ નવું કોન્ડોમ?

USB Condom Device: લો આ પાછું નવું આવ્યું યુએસબી કોન્ડોમ! આજકાલ જેને જુઓએ આ કોન્ડોમ પોતાના ખિસ્સામાં લઈને ફરતા થઈ ગયા છે. કારણ જાણીને તમે પણ ચોંકી જશો...

USB Condom શું છે? ગુજરાતના જુવાનિયાંઓ કેમ ખિસ્સામાં લઈને ફરતા થયા છે આ નવું કોન્ડોમ?

USB Condom Device: આપણે ક્યાં કોન્ડોમ નામ સાંભળતા વેંત જ ભલાભલાના કાન સરવા થઈ જાય છે. કોન્ડોમ જાણે કે કોઈ ભયંકર વસ્તુ હોય એ પ્રકારે લોકો રિએક્ટ કરે છે. જોકે, તેનો ઉપયોગ તો સૌ કોઈ કરતા હોય છે પણ તેની જાહેરનાં સ્વીકાર્યતા હજુ નથી આવી. ત્યારે હવે બજારમાં આવ્યું છે યુએસબી કોન્ડોમ! આ નામ સાંભળીને દરેકના મગજમાં કંઈક અલગ જ વિચારો ફરતા થઈ જાય છે. આજકાલ મોટોભાગના લોકો આ નવું કોન્ડોમ પોતાના ખિસ્સામાં લઈને ફરતા થઈ ગયા છે. કારણ જાણીને તમે પણ ચોંકી જશો...

યુએસબી ચાર્જિંગ કૌભાંડ ઝડપથી વધી રહ્યું છે. લાખો લોકો તેનો શિકાર બન્યા છે. લોકોને બચાવવા માટે યુએસબી કોન્ડોમ આવી ગયું છે. તે ડેટા ટ્રાન્સફરને અટકાવે છે અને ખાસ કરીને મુસાફરી કરતી વખતે તમને સુરક્ષિત રાખે છે. ચાલો જાણીએ કે USB કોન્ડોમ શું છે અને આ ઉપકરણ કેટલી ઉપલબ્ધ છે….

USB કોન્ડોમ શું છે?
'USB કોન્ડોમ' નામનું એક ઉપકરણ આજકાલ ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યું છે. આ ઉપકરણ લોકપ્રિય થઈ રહ્યું છે કારણ કે લોકો સાર્વજનિક સ્થળોએ યુએસબી પોર્ટથી તેમના ફોનને ચાર્જ કરવાથી ડરે છે. USB કોન્ડોમ અથવા USB ડેટા બ્લોકર એ એક નાનું ઉપકરણ છે જે તમારા ફોન અથવા ટેબ્લેટ પર ડેટા ટ્રાન્સફરને અવરોધે છે પરંતુ વીજળીને પસાર થવા દે છે જેથી તમારો ફોન ચાર્જ થઈ શકે.

કિંમત કેટલી છે?
આ ઉપકરણોની કિંમત લગભગ 500 રૂપિયા છે અને તમે તેને ઓનલાઈન ખરીદી શકો છો. PortaPow યુએસબી ડેટા બ્લોકર એક પ્રખ્યાત ઉપકરણ છે. તમારે તેને USB કેબલ વડે કનેક્ટ કરવું પડશે અને જ્યારે તમારો ફોન સાર્વજનિક USB ચાર્જિંગ સ્ટેશન સાથે જોડાયેલ હોય ત્યારે તે ડેટા ટ્રાન્સફર બંધ કરે છે. તેનો અર્થ એ છે કે આ ઉપકરણ તમારી USB કેબલને માત્ર ચાર્જિંગ કેબલમાં ફેરવે છે અને ડેટા ટ્રાન્સફર બંધ કરે છે.

યુએસબી ચાર્જિંગ કૌભાંડ વધી રહ્યું છે-
યુએસબી કોન્ડોમ એટલા માટે જરૂરી બની રહ્યા છે કારણ કે 'જ્યૂસ જેકિંગ' એટલે કે યુએસબી ચાર્જિંગ સ્કેમમાં ઘણો વધારો થયો છે. હુમલાખોરો આ સાર્વજનિક ચાર્જિંગ સ્ટેશનોમાં માલવેર મૂકે છે અને જ્યારે કોઈ તેમના ફોનને ચાર્જ કરવા માટે મૂકે છે, ત્યારે તેમના ફોનને રેન્સમવેર મળી શકે છે અથવા પાસવર્ડ્સ જેવા તેમનો વ્યક્તિગત ડેટા ચોરાઈ શકે છે.

લલચાશો નહીં-
છેતરપિંડી કરનારાઓ વારંવાર સાર્વજનિક સ્થળોએ ચાર્જિંગ કેબલ લટકાવી દે છે જેથી લોકો તેમના ફોનને ચાર્જ કરવા માટે લલચાય. તેથી, જો તમે આવું કંઈક જુઓ છો, તો તમારા ફોનને ચાર્જ કરશો નહીં. સુરક્ષિત ચાર્જિંગ માટે તમે USB ડેટા બ્લોકરનો ઉપયોગ કરી શકો છો.

છેતરપિંડી હોઈ શકે છે-
ઘણીવાર, USB ચાર્જર સાથે છેતરપિંડી થવાને કારણે, તમારો ફોન રેન્સમવેરથી સંક્રમિત થઈ જાય છે. આ તમારા ફોનને લોક કરે છે અને જ્યાં સુધી તમે પૈસા ચૂકવશો નહીં ત્યાં સુધી તમે ફોનનો ઉપયોગ કરી શકશો નહીં. આ પૈસા ખૂબ વધારે હોઈ શકે છે અને તમે એ પણ જાણતા નથી કે પૈસા ચૂકવ્યા પછી તેઓ તમારો ફોન અનલોક કરશે કે નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news