Twitter એ વહેલી સવારે યુઝર્સને આપ્યો આંચકો! પેજ ખોલતા જ મળે છે આવો મેસેજ, જાણો શું છે હંગામો?

જોકે, ફક્ત વેબ યૂઝર્સને જ આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કારણ કે એપ્લિકેશન યૂઝર્સ માટે બધુ બરાબર છે. આ કંઈક થોડાક દિવસો બાદ સામે આવ્યું છે, જ્યારે ઇન્સ્ટાગ્રામને પણ આંશિક આઉટેજનો સામનો કરવો પડ્યો.

Twitter એ વહેલી સવારે યુઝર્સને આપ્યો આંચકો! પેજ ખોલતા જ મળે છે આવો મેસેજ, જાણો શું છે હંગામો?

Twitter Down: આજે સવાર સવારમાં ઘણા યૂઝર્સને ટ્વીટરમાં મુશ્કેલી પડી રહી છે. યૂઝર્સને પોતાની ફીડ સુધી પહોંચવાનો પ્રયાસ કરતી વખતે અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે કારણ કે તેઓ તેમના Twitter પેજ પર કંઈપણ જોઈ શકતા નથી. ફીડ પેજ એક મેસેજ સાથે ખાલી ખુલી રહ્યું છે જે કહે છે, 'કંઈક ખોટું થયું છે, પરંતુ ચિંતા કરશો નહીં - વધુ એક વખત પ્રયાસ કરો.'

Twitter Outage: ઘણા લોકોએ કરી ફરિયાદ 
જોકે, ફક્ત વેબ યૂઝર્સને જ આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કારણ કે એપ્લિકેશન યૂઝર્સ માટે બધુ બરાબર છે. આ કંઈક થોડાક દિવસો બાદ સામે આવ્યું છે, જ્યારે ઇન્સ્ટાગ્રામને પણ આંશિક આઉટેજનો સામનો કરવો પડ્યો. વેબ બ્રાઉઝરમાં ન ચાલ્યા બાદ જ્યારે ફોનમાં તપાસ કરી તો ટ્વિટર ચાલતું હતું. કેટલાક એવા યુઝર્સ છે જેમના ટ્વિટર વેબ પર ચાલતું હતું, પરંતુ થોડીવાર પછી તે પણ બંધ થઈ ગયું છે.

Twitter Outage

અગાઉ, વોટ્સએપને અત્યાર સુધીના સૌથી ખરાબ આઉટેજનો સામનો કરવો પડ્યો, કારણ કે, ઈન્સ્ટેંટ મેસેજિંગ પ્લેટફોર્મ લગભગ થોડાક કલાકો માટે ડાઉન થઈ ગયું હતું. ટેકનિકલ ખામીના કારણે ઘણા યૂઝર્સે એપ પર ટેક્સ્ટ મોકલવામાં અને પ્રાપ્ત કરવામાં સમસ્યાઓ જણાવી. ડાઉનડેટેક્ટર, એક વેબસાઈટ જે દુનિયાભરમાં ઓનલાઈન આઉટેજને ટ્રેક કરે છે, તેમાં વોટ્સએપના આઉટેજનો રિપોર્ટ કરનાર યૂઝર્સની સંખ્યામાં સૌથી મોટો વધારો નોંધાયો હતો.

Twitter Outage

એલોન મસ્કને CEO બન્યા એક અઠવાડિયું થયું
એલોન મસ્કને ટ્વિટર પર હમણાં જ એક અઠવાડિયું પૂરું થયું છે, પરંતુ ઘણું બધું એવું થયું છે જે સારું છે કે ખરાબ તે તો આવનારો સમય દેખાડશે. મસ્ક પહેલેથી જ ટોચના અધિકારીઓને બરતરફ કરી ચૂક્યા છે, નવા ફેરફારોમાં સમયમર્યાદા પૂરી ન કરવા બદલ કર્મચારીઓ માટે નોકરીની ધમકી આપી છે અને હવે તે નવેમ્બર સુધીમાં ટ્વિટરના અડધા કર્મચારીઓને બરતરફ કરવાની યોજના બનાવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news