આજે રાત્રે 12 વાગ્યાથી Twitter યુઝર્સના એકાઉન્ટમાંથી હટી જશે Blue Tick, બચાવવું હોય તો તાત્કાલિક કરો આ કામ

આવતીકાલે એટલે કે 1લી એપ્રિલથી Twitterમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. આવતીકાલથી, Twitter  Blue Tickને પ્રોત્સાહન આપવા માટે એકાઉન્ટ્સમાંથી લેગસી વેરિફાઇડ બેજને દૂર કરશે, જે સામાન્ય રીતે બ્લુ ટિક તરીકે ઓળખાય છે.

આજે રાત્રે 12 વાગ્યાથી Twitter યુઝર્સના એકાઉન્ટમાંથી હટી જશે Blue Tick, બચાવવું હોય તો તાત્કાલિક કરો આ કામ

આવતીકાલે એટલે કે 1લી એપ્રિલથી Twitterમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. આવતીકાલથી, Twitter  Blue Tickને પ્રોત્સાહન આપવા માટે એકાઉન્ટ્સમાંથી લેગસી વેરિફાઇડ બેજને દૂર કરશે, જે સામાન્ય રીતે બ્લુ ટિક તરીકે ઓળખાય છે. ગયા વર્ષે ટ્વિટરના માલિક બન્યા બાદ એલોન મસ્કે ઘણા મોટા ફેરફારો કર્યા છે. જેમાં લોંગ-ફોર્મ Tweets (280 થી વધુ અક્ષરો) અને Tweetsને ફરી સુધારી શકાય કે બદલી શકાય. મસ્કે સબ્સ્ક્રિપ્શનને વધુ આકર્ષક બનાવવા માટે કહ્યું કે Twitter બ્લુ સબસ્ક્રિપ્શન બ્લુ ટિકને બંડલ કરશે. એટલે કે, વપરાશકર્તાઓ હવે તેમના મોબાઇલ નંબર આપવા ઉપરાંત માસિક ફી ચૂકવીને પ્લેટફોર્મ પર વેરિફાઇ કરી શકશે.

Twitter પર વેરિફાઈડ સ્ટેટસ કેવી રીતે સેવ કરવું

કેટલાકે અનુમાન કર્યું હતું કે એલોન મસ્ક એપ્રિલ ફૂલ બનાવી રહ્યા છે. કારણ કે આ નિર્ણય પહેલી એપ્રિલથી લેવાનો છે. જો કંપની તેના નિર્ણયને વળગી રહે છે, તો એકાઉન્ટ્સમાંતી બ્લુ ટિક માર્ક દૂર કરશે. તમારી આ સ્થિતિને સુરક્ષિત રાખવા માટે હાલમાં ઉપલબ્ધ એકમાત્ર રસ્તો Twitter બ્લુ સબ્સ્ક્રિપ્શન ખરીદવાનો છે. એન્ડ્રોઇડ ફોન અથવા આઇફોન પર તેની કિંમત 900 રૂપિયા છે. જો તમે વેબ દ્વારા સબ્સ્ક્રાઇબ કરો છો, તો કિંમત ઘટીને 650 રૂપિયા થઈ જાય છે.

(twitter blue subscription)કંપનીના નવા બોસ એલોન મસ્કે થોડા મહિના પહેલા જાહેરાત કરી હતી કે ટ્વિટર બ્લુ હવે ફ્રી રહેશે નહીં. આ માટે લોકોએ પૈસા ચૂકવવા પડશે. દરેક દેશમાં અલગ-અલગ કિંમતો રાખવામાં આવી છે. ભારતમાં ટ્વિટર પર બ્લુ ટિક મેળવવા માટે, વ્યક્તિએ દર મહિને 650 રૂપિયા ચૂકવવા પડશે, જે એક વર્ષમાં 7,800 રૂપિયા છે. એક વાર્ષિક પ્લાન પણ છે જ્યાં તમે 12% બચાવી શકો છો. અહીં તમારે આખા વર્ષ માટે એક જ વારમાં બ્લુ ટિક માટે 6,800 રૂપિયા ચૂકવવા પડશે. તેની કિંમત દર મહિને 566.67 રૂપિયા છે. એટલે કે હજાર રૂપિયાની બચત થશે.

Twitter Blue Tick લેવા પર પણ ઘણા ફાયદાઓ મળશે. નીચે જાણો

- લાંબી ટ્વીટ્સઃ Tweets, રિપ્લાય અને ક્વોટ લખવા માટે 4 હજાર કેરેક્ટર આપવામાં આવશે.
ટ્વિટ સંપાદિત કરી શકાશે : જો કોઈ Tweet કરવામાં આવે છે, તો તેને 30 મિનિટમાં 5 વખત સંપાદિત કરી શકાય છે.
- 1080p વિડિયો અપલોડઃ યુઝર્સ ફુલ એચડી ક્વોલિટી વીડિયો શેર કરી શકશે.
- અડધી જાહેરાતો જુઓઃ ટ્વિટર બ્લુ યુઝર્સને અડધી જાહેરાતો દેખાડશે પરંતુ આ ફીચર મેળવવામાં થોડો સમય લાગી શકે છે.
- ટ્વીટ્સને પ્રાધાન્ય મળશે : વેરિફાઈડ યૂઝર્સને પ્રાથમિકતા આપવામાં આવશે, જે કૌભાંડો અને સ્પામ સામે લડવામાં મદદ કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news