Top Selling Car: વેગનઆર, બલનો, સ્વિફ્ટ બધાને પછાડીને આ ટચુકડી કારે વગાડ્યો ડંકો, 'બંકર' જેવી કાર ખરીદવા લોકોની પડાપડી

June Month Top Selling Car:જૂન મહિનામાં કઈ કાર સૌથી વધુ વેચાઈ તેના આંકડા આવી ગયા છે. મારુતિ, મહિન્દ્રા નહીં પરંતુ આ કારના લોકો દીવાના થયેલા જોવા મળ્યા. દુનિયા માટે તે 'બંકર'થી જરાય કમ નથી. 

Top Selling Car: વેગનઆર, બલનો, સ્વિફ્ટ બધાને પછાડીને આ ટચુકડી કારે વગાડ્યો ડંકો, 'બંકર' જેવી કાર ખરીદવા લોકોની પડાપડી

ભારતમાં ગાડીઓના બજારમાં SUV ગાડીઓનો ડંકો વાગી રહ્યો છે. બજારમાં વેચાતી કુલ ગાડીઓમાં અડધા કરતા વધુ ગાડીઓ તો એસયુવી જોવા મળી છે. વધુ વેચાતી કારોના આંકડા જોઈએ તો આ ઊડીને આંખે વળગે છે. પહેલા એવું જોવા મળતું હતું કે સૌથી વધુ વેચાતી કારમાં કોઈ મારુતિ સુઝૂકીની ગાડી જોવા મળતી વેગનઆર કે પછી સ્વિફ્ટ, બલેનો વગેરે. પરંતુ હવે આ ગાડીઓને પણ SUV ગાડી વેચાણના મામલે ટક્કર આપી રહી છે. જૂન મહિનામાં સૌથી વધુ કઈ ગાડી વેચાઈ તે જાણીને તમારી પણ આંખો પહોળી થઈ જશે. કારણ કે આ કોઈ મારુતિની કાર નથી પરંતુ એક એસયુવીએ કમાલ કરી દેખાડ્યો છે. જો કે વેચાણમાં મારુતિનો દબદબો કઈ ઓછો નથી કારણ કે ટોપ 10 કારમાં તેની સૌથી વધુ ગાડીઓ છે. જાણીએ ગત મહિનામાં સૌથી વધુ કઈ કાર વેચાઈ.....

મારુતિ સુઝૂકીનો ભારે દબદબો
જૂન 2024માં ભારતમાં સૌથી વધુ વેચાયેલી 10 કારમાંથી 5 તો SUV જોવી મળી. બાકીની બચેલી ગાડીઓમાં 3 હેચબેક રહી. ફક્ત એક ગાડી સેડાન અને 1 MPV વેચાઈ. મારુતિ સુઝૂકીનો દબદબો કાર બજારમાં હજુ ઘટ્યો નથી. ટોપ 10માં તેની 6 ગાડીઓ જોવા મળી. ત્યારબાદ ટાટા મોટર્સની 2 ગાડીઓ, હુન્ડાઈ અને મહિન્દ્રાની પણ એક-એક કાર ટોપ 10માં સામેલ જોવા મળી. 

ટોપ પર આ કાર
મારુતિ સુઝૂકીની વેગનઆર, બલેનો સહિતની તમામ ગાડીઓને પછાડીને જૂન મહિનામાં જે કાર સૌથી વધુ વેચાઈ તે હતી ટાટા પંચ. એકવાર ફરીથી ટાટા પંચ સૌથી વધુ વેચાયેલી કાર બની. જૂનમાં તેના 18,238 યુનિટ્સ વેચાયા. આ ગાડી માર્ચ અને એપ્રિલમાં પણ નંબર વન બની હતી. નવી મારુતિ સુઝૂકી સ્વિફ્ટે 16,422 યુનિટ્સના વેચાણ સાથે સારું પ્રદર્શન કર્યું જ્યારે હ્રુન્ડાઈ  ક્રેટાએ પણ ડંકો વગાડ્યો અને તેના 16,293 યુનિટ્સ વેચાયા. 

જૂન 2024માં એમપીવી સેગમેન્ટની લીડર મારુતિ સુઝૂકી અર્ટિગાએ પણ એકવાર શાનદાર પ્રદર્શન કરતા તેના 15,902 યુનિટ્સ વેચાયા. આ ગાડી  લોકપ્રિય મારુતિ સુઝૂકી બલેનોથી પણ આગળ જોવા મળી. જેના ફક્ત 14,895 યુનિટ વેચાયા. મારુતિ સુઝૂકી વેગનઆરના 13,790 યુનિટ્સ વેચાયા. સેડાન ગાડીઓમાં સૌથી મારુતિ સુઝૂકી ડિઝાયરનું પ્રદર્શન દમદાર રહ્યું. જૂનમાં તેના 13,421 યુનિટ્સ વેચાયા. મારુતિ સુઝૂકી બ્રેઝાનું પણ વેચાણ જોર પર છે. જેના જૂનમાં 13,172 યુનિટ્સ વેચાયા. 

મહિન્દ્રા સ્કોર્પિયો (N અને Classic બંને મળીને)નું વેચાણ 12,307 યુનિટ્સ રહ્યું. ટાટા નેક્સોન જે છેલ્લા ત્રણ વર્ષ (FY22, FY23 અને FY24) માં ભારતની સૌથી વધુ વેચાનારી SUV રહી હતી તે આખરે જૂનના ટોપ 10માં સામેલ થઈ શકી. તેના 12,066 યુનિટ્સ વેચાયા. નોંધનીય છે કે એપ્રિલ અને મે મહિનામાં નેક્સોન ટોપ 10 કારમાં સામેલ થઈ શકી નહતી. 

સેફ્ટીમાં જબરદસ્ત છે પંચ!
ટાટા મોટર્સે આ એસયુવીમાં ઢગલો સેફ્ટી ફીચર્સ આપેલા છે. જેમ કે આ કારમાં એર ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, ડ્યુઅલ એરબેગ્સ, રિવર્સ પાર્કિંગ કેમેરા, ફ્રન્ટ ફોગ લેમ્પ્સ, ઓટો હેડલેમ્પ્સ, રેન સેન્સિંગ વાઈપર્સ, EBD, ABS, રિયર ડીફોગર અને ISOFIX સપોર્ટ મળશે. આ ઉપરાંત આ ગાડીમાં પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, એલઈડી DRLS ઉપરાંત 90 ડિગ્રી ઓપનિંગ ડોર મળે છે. 

અત્રે જણાવવાનું કે ઈવી વ્હીકલની વાત કરીએ તો જૂન મહિનામાં જ ટાટા મોટર્સની બે લોકપ્રિય ઈલેક્ટ્રિક કાર નેક્સોન ઈવી અને પંચ ઈવીને ભારત એનકેપે 5 સ્ટાર રેટિંગથી નવાજેલા છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ટાટા મોટર્સના અધિકારીઓને સર્ટિફિકેટ સોંપ્યા હતા અને કહ્યું હતું કે આ સર્ટિફિકેટ ભારતમાં રોડ સેફ્ટી વધારવાની દિશામાં એક મોટું પગલું છે. જ્યારે ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી અને ટાટા પેસેન્જર વીકલ્સના એમડી શૈલેષ  ચંદ્રાએ પણ કહ્યું હતું કે અમારા માટે કારોમાં સેફ્ટી ફીચર્સનું ધ્યાન રાખવું એ પ્રાથમિકતા છે અને અમે ઈન્ડસ્ટ્રીમાં બેન્ચમાર્ક સ્થાપિત કરવામાં સફળ રહ્યા છે. 

જૂન 2024માં સૌથી વધુ વેચાયેલી ટોપ 10 કાર

Tata Punch - 18,238 units
Maruti Suzuki Swift - 16,422 units
Hyundai Creta - 16,293 units
Maruti Suzuki Ertiga - 15,902 units
Maruti Suzuki Baleno - 14,895 units
Maruti Suzuki WagonR - 13,790 units
Maruti Suzuki Dzire - 13,421 units
Maruti Suzuki Brezza - 13,172 units
Mahindra Scorpio - 12,307 units
Tata Nexon - 12,066 units

રેડ, ઓરેન્જ કે યલો એલર્ટ : ગુજરાતના 33 જિલ્લામાં હવામાન વિભાગે કરી વીજળીના કડાકા સાથ
અંબાલાલ પટેલની આગાહી : આ તારીખે એવું ડિપ ડિપ્રેશન આવશે કે આખા ગુજરાતમાં આવશે પૂર
એક નહીં ત્રણ સિસ્ટમ સક્રિય! ફરી અંબાલાલની નવી આગાહી; આ તારીખોમાં આવશે આફતનો વરસાદ
વેગનઆર, બલનો..બધાને પછાડી આ ટચુકડી કારે વગાડ્યો ડંકો, 'બંકર' જેવી કાર ખરીદવા પડાપડી
બાબા વેંગાએ કરી છે 2024 માટે આ 5 ભવિષ્યવાણીઓ, એક તો સાચી પણ પડી ગઈ, હવે શું?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news