આતુરતાનો અંત! પેટ્રોલ નહીં પાણીથી ચાલે છે આ સ્કૂટર, 1 લીટર ફ્યૂલમાં ચાલશે 55 કિલોમીટર
WardWizard એ પ્રગતિ મેદાન ખાતે ભારત મંડપમ ખાતે હાઈડ્રોજન ફ્યુઅલ સેલ અને ઈલેક્ટ્રોલાઈઝર ટેક્નોલોજી પર ચાલતા પ્રથમ સ્કૂટરનું કન્સેપ્ટ વર્ઝન રજૂ કર્યું હતું. આ સ્કૂટર ભવિષ્યમાં સ્વચ્છ અને કાર્યક્ષમ ગતિશીલતાનો પાયો નાખી શકે છે.
Trending Photos
ઝી બ્યુરો/નવી દિલ્હી: પેટ્રોલના વિકલ્પ તરીકે ઈલેક્ટ્રિક સ્કૂટર માર્કેટમાં આવ્યા હતા, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે, પરંતુ હાલમાં ઇલેક્ટ્રિક સ્કૂટરની રેન્જ ઓછી છે. આ ઉપરાંત તેમને ચાર્જ કરવામાં પણ સમય લાગે છે. આવી સ્થિતિમાં તાજેતરમાં જ WardWizard Innovations ને હાઈડ્રોજન ઈંધણ પર ચાલતા સ્કૂટરનું કોન્સેપ્ટ વર્ઝન રજૂ કર્યું છે. જે આવનારા દિવસોમાં ઇલેક્ટ્રિક સ્કૂટરનો વિકલ્પ બની શકે છે.
પેટ્રોલની વધતી કિંમત અને તેની મર્યાદાને કારણે સમગ્ર વિશ્વમાં તેના વિકલ્પની શોધ કરવામાં આવી રહી છે. પેટ્રોલ વાહનોના વિકલ્પ તરીકે ઈલેક્ટ્રિક સ્કૂટર અને બાઈક પણ બજારમાં ઉતારવામાં આવ્યા છે, પરંતુ તેમની ઓછી રેન્જ અને ચાર્જિંગમાં લાગતો સમય વધુ હોવાને કારણે તેમને વધારે મહત્વ આપવામાં આવતું નથી.
કેવી રીતે કામ કરે છે ડ્રાઈડ્રોજન ફ્યૂલથી ચાલે છે સ્કૂટર
WardWizard એ પ્રગતિ મેદાન ખાતે ભારત મંડપમ ખાતે હાઈડ્રોજન ફ્યુઅલ સેલ અને ઈલેક્ટ્રોલાઈઝર ટેક્નોલોજી પર ચાલતા પ્રથમ સ્કૂટરનું કન્સેપ્ટ વર્ઝન રજૂ કર્યું હતું. આ સ્કૂટર ભવિષ્યમાં સ્વચ્છ અને કાર્યક્ષમ ગતિશીલતાનો પાયો નાખી શકે છે, પરંતુ હાલમાં તે સંશોધન અને વિકાસના તબક્કામાં છે. પરંતુ હાઇડ્રોજન આધારિત ફ્યુઅલ સેલ કન્સેપ્ટ આગામી પેઢીના યૂઝર્સ માટે યુટિલિટી વાહનોમાં મોટી ભૂમિકા ભજવશે. કંપનીએ તાજેતરમાં A&S Power સાથે પણ ભાગીદારી કરી છે. જેના માધ્યમથી કંપની નેક્સ્ટ જનરેશન લિ-આયન સેલ ટેકનોલોજી અને GAJA સેલ પર કામ કરશે.
આ સ્કૂટરને ચલાવવા માટે ડિસ્ટિલ વોટરની જરૂરત પડે છે. એક લીટર નિસ્યંદિત પાણીની મદદથી આ સ્કૂટરને 55 કિ.મી સુધી ચલાવી શકાય છે. સાથે જ સ્કૂટરમાં ઈમરજન્સીમાં ઉપયોગ માટે પેડલ પણ આપવામાં આવ્યા છે, જેના કારણે તેનો ઉપયોગ સાઈકલની જેમ પણ કરી શકાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે