તમારા મોબાઇલનો ખર્ચ થઇ જશે બમણો, ઇનકમિંગ ચાલુ રાખવા ખર્ચવા પડશે આટલા રૂપિયા
Trending Photos
નવી દિલ્હી: આગામી દિવસોમાં તમારા મોબાઇલનો ખર્ચ બમણો થઇ શકે છે. બધી ટેલિકોમ કંપનીઓ આગામી દિવસોમાં મિનિમમ પ્રીપેડ રિચાર્જને બમણું કરવા જઇ રહી છે. વધેલી કિંમતો બાદ મિનિમમ રિચાર્જ 75 રૂપિયા થઇ જશે. જે હાલમાં 35 રૂપિયા છે. એટલે કે હવે તમારે 28 દિવસ સુધી ઇનકમિંગ સુવિધા માટે 75 રૂપિયા ખર્ચવા પડશે.
ગત વર્ષે નવેમ્બર મહિનાથી બધી ટેલિકોમ કંપનીઓએ ઇનકમિંગની સુવિધા ચાલુ રાખવા માટે પ્રીપેડ ગ્રાહકોને મિનિમમ રિચાર્જ કરાવવાનું શરૂ કરી દીધું હતું. તે સમયે મિનિમમ રિચાર્જ વેલ્યૂ 35 રૂપિયા હતું. આ દરમિયાન TRAIએ બસ એટલું જ કહ્યું હતું કે બધી કંપનીઓ પોતાના ગ્રાહકોને તેની જાણકારી આપે. આ ઉપરાંત ટેરિફને લઇને TRAI એ કોઇ પ્રશ્ન ઉભો કર્યો ન હતો. જોકે, બધી કંપનીઓ ફાઇનાશિયલ ક્રાઇસિસમાંથી પસાર થઇ રહી છે. તેના લીધે કંપનીઓએ આ નિર્ણય લીધો છે.
મિનિમમ પ્રીપેડ રિચાર્જને વધારવાના સંકેત એરટેલે આપ્યા હતા. કંપનીના ચેરમેન સુનીલ ભારતી મિત્તલે તાજેતરમાં જ કહ્યું કે લાંબા સમયના માન્યતાના દિવસો હવે લાગૂ કરી દેવામાં આવ્યા છે. એક સમય હતો જ્યારે કંપનીઓ ગ્રહકોને નેટવર્ક સાથે સાંકળી રાખવા માટે લાઇફ ટાઇમ રિચાર્જ ઓફર કરતી હતી.
કંપનીઓનું કહેવું છે કે માર્કેટમાં સ્પર્ધા ખૂબ વધુ છે. બધી કંપનીઓ નાણાકીય સંકટ સામે ઝઝૂમી રહી છે. એવામાં તે ગ્રાહકોની ખોટ નથી જે સિમ તો રાખે છે. તેનાથી સુવિધા લે છે પરંતુ રિચાર્જ કરાવતા નથી. એવા ગ્રાહકોની સંખ્યા લગભગ 1 કરોડથી પણ વધુ છે. દેશમાં ત્રણ મુખ્ય ટેલિકોમ કંપનીઓ છે, જેમાં જિયો દ્વારા સેવાઓ શરૂ કરતાં ફ્રી ઇનકમિંગ ચાલુ રાખવાને લઇને કોઇ પ્લાન આવ્યો નથી, ત્યારબાદ નાણાકીય સંકટનો સામનો કરી રહેલી કંપનીઓએ ન્યૂનતમ રિચાર્જ રકમ સિસ્ટમ લઇને આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે