પતિ હોય તો બોની જેવો, દિવંગત પત્ની શ્રીદેવીની ઇચ્છા પુરી કરવા લીધું મોટું પગલું

આ ફિલ્મ 1 મેના દિવસે રિલીઝ થશે

પતિ હોય તો બોની જેવો, દિવંગત પત્ની શ્રીદેવીની ઇચ્છા પુરી કરવા લીધું મોટું પગલું

નવી દિલ્હી : તેલુગુ ફિલ્મ 'એનટીઆર કથાનાયકુડુ'માં જોવા મળેલી અભિનેત્રી વિદ્યા બાલન હવે અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુ અભિનીત ફિલ્મ 'પિંક'ની તામિલ રિમેક સાથે તામિલ ફિલ્મ ઉદ્યોગમાં પોતાની કરિયરની શરૂઆત કરી રહી છે. આ ફિલ્મનું નામ તો નક્કી નથી પણ મળેલી માહિતી પ્રમાણે ફિલ્મ નિર્માતા બોની કપૂર આ ફિલ્મ સાથે દક્ષિણના ફિલ્મ ઉદ્યોગમાં એન્ટ્રી લઈ રહ્યા છે. 

એચ. વિનોથ દ્વારા નિર્દેશીત 'પિંક'ની રિમેકમાં વિદ્યા અને અજિત કુમાર સાથે કામ કરી રહ્યા છે અને હાલમાં હૈદરાબાદ ખાતે આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં શ્રદ્ધા શ્રીનાથ પણ મહત્વનો રોલ કરી રહી છે. આ ફિલ્મમાં રંગરાજ પાંડે, આદિક રવિચંદ્રન, અર્જુન ચિદંબરમ, અભિરામી વેંકટચલમ, એન્ડ્રિયા ટારિયાંગ, અશ્વિન રાવ તેમજ સુજીત શંકર પણ શામેલ છે. શ્રીદેવીની ઇચ્છા હતી કે અજિત તેના પતિ દ્વારા નિર્મિત ફિલ્મમાં કામ કરે. આ ફિલ્મમાં અજિતને સાઇન કરીને બોની કપૂરે દિવંગત પત્ની શ્રીદેવીની ઇચ્છા પૂરી કરવાનો પ્રયાસ કર્યો છે. 

બોની કપૂરે માહિતી આપી હતી કે અજિત સાથે 'ઇંગ્લિશ વિંગ્લિશ'માં કામ કરતી વખતે શ્રીદેવીએ ઇચ્છા વ્યક્ત કરી હતી કે અજિત તેમના પ્રોડક્શનની તામિલ ફિલ્મમાં કામ કરે. અજિતે જ તામિલમાં 'પિંક'ની રિમેક બનાવવાનો વિકલ્પ આપ્યો હતો. આ ફિલ્મ 1 મેના દિવસે રિલીઝ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news