Realme વધુ એક શાનદાર Smartphone કરશે લોન્ચ, મળશે સ્નેપડ્રેગન 870 પ્રોસેસર

ફ્લેગશિપ ફોનની રેસમાં રિયલમી વધુ એક ફ્લેગશિપ લેવલનો ફોન લોન્ચ કરશે. જેમાં મળશે સ્નેપડ્રેગન 870 પ્રોસેસર અને સુપરફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ. રિયલમી 16 સપ્ટેમ્બરના આ ધાંસુ સ્માર્ટફોન કરશે લોન્ચ, ફાસ્ટ પ્રોસેસરની સાથે મળશે સુપર ફાસ્ટ ચાર્જર. 

Realme વધુ એક શાનદાર Smartphone કરશે લોન્ચ, મળશે સ્નેપડ્રેગન 870 પ્રોસેસર

નવી દિલ્હીઃ ફ્લેગશિપ ફોનની હરોળમાં રિયલમી દિવસેને દિવસે શાનદાર અને સુપરફાસ્ટ સ્માર્ટફોન્સ લોન્ચ કરી રહી છે. રિયલમી કંપનીએ હાલમાં પોતાના નવા ફોન Realme GT Neo 3Tના લોન્ચ અંગે વાત કરી. આ ફોન 16 સપ્ટેમ્બરના રોજ બપોરે 12.30 વાગ્યે લોન્ચ થશે. કંપનીએ આ ફોનને પોતાની વેબસાઈટમાં પણ રિવીલ કરી દીધો છે. મળતી માહિતી મુજબ આ ફોન ગેમિંગ યુઝર્સને ધ્યાનમાં રાખીને બનાવાયો છે. Realme GT Neo 3Tને તેના ગ્લોબલ વેરિયન્ટની જેમ સ્નેપડ્રેગન 870 પ્રોસેસર અને 80Wની ડાર્ટ ચાર્જ સાથે લોન્ચ કરવામાં આવશે. ફોનમાં બીજી શું ખાસિયત છે આવો જાણીએ. 

 

Realme GT Neo 3Tની સંભવિત કિંમત-
કંપનીએ ફોનની કિંમતનો ખુલાસો કર્યો નથી, પરંતુ ફોન 40 હજારથી ઓછી કિંમતમાં મળી શકે છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ કંપનીએ પોતાનો ફ્લેગશિપ ફોન Realme GT Neo 3 લૉન્ચ કર્યો છે. આ ફોન MediaTek Dimensity 8100 5G પ્રોસેસર સાથે 38,999 રૂપિયાની કિંમતે મળે છે. Realme GT Neo 3Tની કિંમત પણ આ ફોનની કિંમતની આસપાસ હોઈ શકે છે.

Realme GT Neo 3Tના સ્પેસિફિકેશન્સ-
કંપનીએ અત્યાર સુધી ફોનના પ્રોસેસર અને બેટરી વિશે માહિતી જાહેર કરી છે, પરંતુ ફોન વિશે ઘણા લીક રિપોર્ટ્સ પણ આવી રહ્યા છે. લીક્સ મુજબ ફોન ફક્ત ગ્લોબલ વેરિયન્ટના સ્પેસિફિકેશન સાથે લોન્ચ કરવામાં આવશે. ફોનમાં 6.62-ઈંચની FHD+ E4 AMOLED ડિસ્પ્લે સાથે લોન્ચ થઈ શકે. ડિસ્પ્લે 120Hz રિફ્રેશ રેટ, HDR10+ અને 1,300 nitsની પીક બ્રાઈટનેસને સપોર્ટ કરશે. ફોનમાં સ્નેપડ્રેગન 870 પ્રોસેસર સાથે Adreno 650 ગ્રાફિક્સ અને 8 GB સુધીની રેમ સાથે 256 GB સુધીનો સ્ટોરેજ સપોર્ટ મળી શકે છે.

Realme GT Neo 3Tનો કેમેરા અને બેટરી-
Realme GT Neo 3Tના કેમેરા સેટઅપ વિશે વાત કરીએ તો, તેમાં ટ્રિપલ કેમેરા સેટઅપ મળશે, જેમાં 64 મેગાપિક્સલ પ્રાઈમરી કેમેરો, 8 મેગાપિક્સલ અલ્ટ્રાવાઈડ અને 2 મેગાપિક્સલ મેક્રો લેન્સ સાથે આવશે. જ્યારે સેલ્ફી માટે 16 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં 5000 mAHની હાઈ કેપેસિટી બેટરી સાથે 80W ડાર્ટ ચાર્જિંગ સપોર્ટ મળશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news