Ganesh Visarjan: ગણેશ વિસર્જનમાં ભૂલથી પણ ન કરતા આવી ભૂલ, નહીં તો નારાજ થઈ થશે ભગવાન

Ganesh Visarjan: ગણેશ વિસર્જનમાં ભૂલથી પણ ન કરતા આવી ભૂલ, નહીં તો નારાજ થઈ થશે ભગવાન

નવી દિલ્હીઃ આજે 9મી સપ્ટેમ્બર 2022ના રોજ અનંત ચતુર્દશીના દિવસે આ મહોત્સવની પૂર્ણાહૂતિ થઈ રહી છે. અને આવતા વર્ષે ભગવાન ગજાનન ગણપતિ તમે જલદી પધારજો એ વચન સાથે આજે વિઘ્નહર્તાની વિદાય થશે. રોજ સમાપ્ત થશે. આ દિવસે ગણપતિની મૂર્તિઓનું નદી, તળાવમાં વિસર્જન કરવામાં આવે છે. પર્યાવરણના રક્ષણ માટે ગણપતિ વિસર્જન ઘરોમાં પણ કરવામાં આવે છે. મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ગણેશ વિસર્જન નિમિત્તે વિશાળ શોભાયાત્રાઓ કાઢવામાં આવે છે અને ગણપતિ બાપ્પાને ધામધૂમથી વિદાય આપવામાં આવે છે. ગણપતિ વિસર્જન દરમિયાન કેટલાક ખાસ નિયમોનું ધ્યાન રાખવું જોઈએ નહીંતર વિસર્જનમાં થયેલી ભૂલોને કારણે ગણપતિ બાપ્પા ગુસ્સે થઈ શકે છે.

ગણેશ વિસર્જનના મહત્વના નિયમો-
ગણેશ વિસર્જન પહેલા નિયમ પ્રમાણે ગણપતિની પૂજા કરો. તેમને ધૂપ, દીપ, પુષ્પ, દુર્વા, નૈવેદ્ય અર્પણ કરો. જ્યારે તમે વિસર્જન સ્થાન પર પહોંચો ત્યારે ફરી એકવાર ગણપતિને હળદર, કુમકુમ અને અક્ષત ચઢાવો. ગણપતિ બાપ્પાની આરતી કરો અને ભૂલોની માફી માગો. તે પછી વિસર્જન કરો. ગણપતિ વિસર્જન હંમેશા શુભ સમયે કરો. આ વર્ષે 9 સપ્ટેમ્બર 2022 એ અનંત ચતુર્દશીના રોજ ગણેશ વિસર્જન માટે સવારે 06.03 થી 10.44 અને સાંજે 5 થી 6.30 સુધીનો શુભ સમય છે.

આ વસ્તુઓનું પણ સાથે કરો વિસર્જન-
ગણેશ વિસર્જન દરમિયાન ધ્યાનમાં રાખો કે ગણપતિને પાન, સોપારી, પાન, મોદક, ઘરો, નાળિયેર જેવી જે સામગ્રી અર્પણ કરવામાં આવી છે તેનું પણ મૂર્તિ સાથે વિસર્જન કરો. નાળિયેરને વધેરો નહીં, તેને પણ વિસર્જિત કરો. 

આ રીતે કરો મુર્તિનું વિસર્જન-
ગણપતિનું વિસર્જન કરતી વખતે મૂર્તિને એક વખતમાંથી પાણીમાં ન વહાવો. તેના બદલે ધીમે ધીમે મૂર્તિનું વિસર્જન કરો. જો તમે ઘરમાં મૂર્તિનું વિસર્જન કરી રહ્યા હોવ તો મૂર્તિ કરતા મોટા કદનું વાસણ લો અને તેમાં એટલું પાણી લો કે મૂર્તિનું વિસર્જન બરાબર થઈ જાય. બાદમાં આ પવિત્ર જળને વાસણમાં અથવા પવિત્ર વૃક્ષના મૂળમાં નાખો. આ પાણીને ન તો પગ અડવા જોઈએ અને ન તો તે અશુદ્ધ થવું જોઈએ. આ પાણીને ગંદા હાથથી પણ અડવું નહીં. ગણપતિ વિસર્જનના દિવસે ન તો કાળા કપડાં પહેરો અને ન તો આ રંગનો ઉપયોગ કરો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news