સેનાની ગાડીઓમાં થઈ શકે છે આ ટાયરનો પ્રયોગ, આ ટાયર ક્યારેય નહીં થાય પંક્ચર!
એવું ટાયર જેમાં પંક્ચર નહીં પડે અને હવા પણ ભરવાની જરૂર નથી. અમદાવાદની કોલેજના વિદ્યાર્થીએ બનાવેલા આ ટાયરને જો માન્યતા અપાય તો બદલાઈ શકે છે ટાયરની વ્યખ્યા. ખાસ કરીને આ વિદ્યાર્થીઓએ ડિફેન્સ ફોર્સ માટે આ પ્રકારના ટાયરો હોવા જોઈએ તેવું સુચન કર્યું હતુું....એલ.ડી. એન્જિ.ના રબર ટેકનોલોજી વિભાગના સ્ટુડન્ટ્સનું સંશોધન આ
Trending Photos
નવી દિલ્હીઃ હાલમાં બજારમાં સાદા ટાયરની સાથે ઘણાં પ્રકારના ગેરન્ટી, વોરન્ટીવાળા ટયુબલેસ ટાયર મળે છે. પરંતુ શું તમે વિચાર્યું છે કે ભવિષ્યમાં એવા ટાયર વાહનોમાં લગાવવામાં આવશે, જેમાં હવા ભરવાની અને પંક્ચરની ઝંઝટમાંથી કાયમી મુક્તિ મળી જશે. એલ.ડી. એન્જિનિયરિંગના રબર ટેકનોલોજી ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા માત્ર રબરમાંથી ખાસ પ્રકારે ડિઝાઇન કરી 'ટ્વીલ ટાયર' તૈયાર કરાયું છે.
આ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતુંકે, દેશના સુરક્ષા જવાનો વાહન લઇને દુર્ગમ સ્થળોએ જતા હોય છે ત્યારે ટાયરમાં પંક્ચર પડે કે ટાયરમાંથી હવા ઓછી થાય ત્યારે જે તે સ્થળે પહોંચવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. તેમજ આ સમય ક્યારેક હુમલો થવાની પણ શક્યતા વધી જતી હોય છે તેને લીધે ઘણી મુશ્કેલભરી સ્થિતિ સર્જાઈ જાય છે.
આ ટ્વીલ ટાયરને પોલિયુરેથીન સ્પોક્સ (છરા) દ્વારા અંદર રહેલા શીયર બેન્ડ સાથે જોડે છે સાથે બહારના કિનારાને આધાર આપવા માટે ઉપયોગી બને છે. આ ટાયરમાં કોઇપણ પ્રકારની હવા ભરવામાં નથી આવતી કેમ કે આ સંપૂર્ણ ટાયર એ નેટિરલ, પોલિબ્યુટાડીન, સ્ટાયરીન બુટાડીન રબરથી આ ટ્વીલ ટાયર બનાવવામાં આવ્યું છે. આ ટાયર માત્ર રબરથી બનેલું છે.
રોજિંદા ઉપયોગમાં આવતા ટાયર સામાન્ય રીતે લગભગ ૧.૫ લાખ કિ.મી. સુધી ચાલી શકે ત્યાર બાદ તેને બદલવા પડે છે જ્યારે આ ટ્વીલ ટાયર ઘસાય તો તેના પર રહેલ રબર ગ્રીપ બદલી શકાય છે અને તેનો ખર્ચ પણ ઓછો થાય છેે. આ ટાયરમાં ઉપયોગમાં લેવાયેલા સ્પોક્સ (છરા)ને નુકસાન થયું હોવા છતાં પણ તે સરળતાથી ચાલી શકે છે સાથે ગોળીબાર અથવા વિસ્ફોટની પણ કોઇપણ પ્રકારે અસર થતી નથી.
આ ટ્વીલ ટાયર સામાન્ય ટાયરના બદલામાં સુરક્ષા જવાનોના વાહનોમાં ઉપયોગ કરવાથી જવાનો કોઈપણ જગ્યાએ વાહનમાં પંક્ચર પડવાની ચિંતા વગર લઇ જઇ શકશે. આ ટાયરને બનતા લગભગ 8 કલાક જેટલો જ સમય લાગે છે. કોઇપણ રસ્તા પર જાય તો પણ આ ટાયર પર કોઇપણ પ્રકારનું નુકસાન થતું નથી. આ ટાયર કોઇપણ આકારમાં બનાવી શકાય છે. અમારો ધ્યેય સુરક્ષા જવાનોના વાહનોને ધ્યાને રાખીને આ ટાયર બનાવવામાં આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે