આ એક નાની ભુલના કારણે તમારું ફ્રિજ થઈ શકે છે ખરાબ, જાણો ફ્રિજ યૂઝ કરવાની સાચી ટિપ્સ

આપણે અજાણતામાં પાંચ એવી ભૂલો કરી બેસીએ છે, જેના કારણે આપણું ફ્રિજ સમય પહેલા જ ખરાબ થઈ શકે છે. આજે અમે તમને એ ભૂલો વિશે જણાવીશું.

આ એક નાની ભુલના કારણે તમારું ફ્રિજ થઈ શકે છે ખરાબ, જાણો ફ્રિજ યૂઝ કરવાની સાચી ટિપ્સ

નવી દિલ્હીઃ ફ્રિજ દરેક ઘરમાં ઉપયોગમાં લેવાતી એક કૉમન ઈલેક્ટ્રિકલ આઈટમ છે. સામાન્ય રીતે ફ્રિજની લાઈફ 7 થી 10 વર્ષની હોય છે. પરંતુ આપણી કેટલી ભૂલના કારણે અનેકવાર તેની પહેલા ફ્રિજ ખરાબ થવા લાગ્યું છે. આજે અમે એવી પાંચ ભૂલો વિશે જણાવીશું, જે તમારે ભૂલથી પણ ન કરવું જોઈએ, નહીં તો તમને ખૂબ જ નુકસાન થઈ શકે છે. આવો જાણીએ આ ભૂલ કઈ છે.

  • ફ્રિજને વારંવાર ન ખોલો-

જ્યારે પણ તમે ફ્રિજમાંથી કોઈ વસ્તુ કાઢો કે તેમાં રાખો તો તરત તેને બંધ કરવાનું ન ભૂલો. વારંવાર ફ્રિજના દરવાજાને ખોલવાથી કે લાંબો સમય ખુલ્લો રાખવાની તે ખરાબ થાય છે. સાથે જ તેમાં ભરેલો ગેસ લીક થવા લાગે છે, જેના કારણે તે થોડા જ સમયમાં દમ તોડવા લાગે છે.

 

ફ્રિજનો સામાન સુરક્ષિત રાખવા માટેનો કોઈ સ્ટોર રૂમ નથી. એટલે તમારે દર અઠવાડિયે તેની સારી રીતે સફાઈ કરવી જોઈએ. એવું ન કરવાથી ફ્રિજમાં રહેલી વસ્તુઓમાં ફંગસ લાગે છે જે ધીમે ધીમે ફ્રિજને ખાઈ જાય છે. તમારી સાથે એવું ન થાય એટલે ફ્રિજની સમયાંતરે સાફ સફાઈ કરો.

  • બહાર જતા સમયે રાખો આ ધ્યાન-

જો તમે લાંબા સમય સુધી બહાર ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છો તો વીજળી બચાવવા માટે ફ્રિજ બંધ કરવાની ભૂલ ન કરો. કારણ કે ફ્રિજમાં એવા ઉપકરણ લાગ્યા હોય છે તે વીજળીની સપ્લાઈ ચાલૂ રહેવાથી જ સારા રહે છે. જો તમે ફ્રિજ બંધ કરી દો છો તો વીજળીની સપ્લાઈ રોકાઈ જશે અને ફ્રિજ જલ્દી ખરાબ થઈ શકે છે.

  • જરૂર કરતા વધુ સામાન ન રાખો-

ફ્રિજમાં જરૂર કરતા વધુ સામાન રાખવાથી તે જલ્દી ખરાબ થઈ જાય છે. જેના કારણે વ્યવસ્થિત કૂલિંગ નથી આવતું. વધુ સામાન હોય તો ફ્રિજ વધારે ખુલે છે, જે તેના ખરાબ થવાનું કારણ બની શકાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા જાણકારોની સલાહ લો. ZEE NEWS તેની પુષ્ટિ નથી કરતું.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news