Social Media પર આ 6 Indian Appsની ધૂમ! દરેકના મોબાઈલમાં હોય છે આ એપ્સ

Technology News: એપ્લિકેશન બનાવવામાં હવે ભારતીય ડેવલોપર પણ પાછળ નથી. આ અહેવાલમાં અમે તમને કેટલીક દેશી એપ્સ વિશે માહિતી આપશું, જે મોબાઈલ એપ માર્કેટમાં ધૂમ મચાવી રહ્યાં છે.

Social Media પર આ 6 Indian Appsની ધૂમ! દરેકના મોબાઈલમાં હોય છે આ એપ્સ

Technology News: બદલાતા સમય સાથે ટેકનોલોજી પણ બદલાઈ છે. મનોરંજનનું માધ્યમ બદલાયું છે. રેડિયો, ટીવી, થિયેટર હવે આઉટ ડેટેડ થઈ ગયા છે. હવે આ બધાની જગ્યા મોબાઈલે લઈ લીધી છે. એમાંય સોશિયલ મીડિયાના માધ્યમથી દુનિયા આખી હવે તમારી આંગળીઓના ટેરવે આવી ગઈ છે. આવા દૌરમાં ભારત પણ પાછળ રહે એવું નથી. વિદેશમાં અલગ અલગ એપ્લિકેશન બનાવવામાં આવે છે. જેના માધ્યમથી એ લોકો કરોડો રૂપિયા કમાય છે. ત્યારે આવી મનોરંજન માટેની અલગ અલગ એપ્સ ભારતમાં પણ બને અને બનાવી શકાય છે. જાણો ભારતમાં બનેવી મનોરંજન માટેની એપ્સ વિશે વિગતવાર માહિતી...

એપ્લિકેશન બનાવવામાં હવે ભારતીય ડેવલોપર પણ પાછળ નથી. ભારતમાં અનેક એપ્લિકેશન બનાવાયા છે, જે લોકોને મનોરંજન તેમજ ઉપયોગી થઈ રહ્યાં છે. આમાં Kooથી લઈ Ludo Kingના નામ સામેલ છે. આ અહેવાલમાં અમે તમને કેટલીક દેશી એપ્સ વિશે માહિતી આપશું, જે મોબાઈલ એપ માર્કેટમાં ધૂમ મચાવી રહ્યાં છે.

1) ShareChat-
ShareChat એક રિજિનલ સોશિયલ નેટવર્ક છે. આના પર તમે તમારા વિચાર, લાઈવ રેકોર્ડ અને નવા મિત્રો બનાવી શકો છો. આ એપને અનેક ભાષામાં ઉપલબ્ધ કરાવાયું છે. આના પર 150 મિલિયનથી વધુ રજીસ્ટર્ડ યુઝર્સ છે. આ એપ 15 ભાષાઓમાં ઉપલબ્ધ છે.

2) Ludo King-
ભારતમાં બનેલી Ludo King યુવાનોમાં ઘણી લોકપ્રિય ગેમ છે. આ ગેમની લોકપ્રિયતા લોકડાઉન દરમિયાન ઘણી વધી હતી. આ ગેમને દરેક ઉંમરના લોકો રમી શકે છે. આ એપ એપલ પ્લે સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોર બંનેમાં ઉપલબ્ધ છે. આ એપને કરોડો લોકો ડાઉનલોડ કરી ચુક્યા છે. 

3) Chingari-
ભારતમાં ટિકટોકના પ્રતિબંધ બાદ અનેક ભારતીય ડેવલોપર્સે તેનો વિકલ્પ શોધી કાઢ્યો છે. આમાંથી એક Chingari એપ છે. આ એપને બહું પહેલા બનાવાયું હતું. જો કે ટિકટોક પર પ્રતિબંધ બાદ તેને લોકપ્રિયતા મળી. આ એપને ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે.

4) Moj-
ચિંગારી સિવાય Moj એપ પણ ઘણી પ્રખ્યાત છે. આ ભારતીય શોર્ટ વીડિયો બેઝ્ડ એપ છે. આ એપને લાખોવાર ડાઉનલોડ કરવામાં આવ્યું છે. આ એપને અનેક ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. આ એપને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે.

5) FAU-G-
PUBG Mobileના ભારતમાં પ્રતિબંધ બાદ FAU-Gનું એલાન થયું. આ ગેમિંગ એપને લઈ ઘણો હાઈપ બન્યું હતું. આ ગેમમાં ટીમ ડેથ મેચને પણ જાહેર કરવામાં આવ્યું છે. ભારતમાં બનેલી આ ગેમનો પ્રચાર બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર કરી રહ્યાં છે.

6) Koo-
Koo એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. આ એપને માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટરનો ઓલ્ટરનેટિવ માનવામાં આવી રહ્યો છે. આ એપની લોકપ્રિયતા પણ હાલના દિવસોમાં ઘણી વધી છે. આ એપ ડિજિટલ ઈન્ડિયા આત્મનિર્ભર ભારત ઈનોવેટ ચેલેન્જનો વિજેતા પણ રહી ચુક્યો છે. આ એપને ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news