શું બિનજરૂરી Calls આવે છે? આટલું કરશો તો રિંગ વાગતાં પહેલાં જ નંબર થઇ જશે Block

How To Activate DND: TRAI એ ટેલીકોમ સર્વિસ પ્રોવાઇડરને એક મેંડેટ જાહેર કર્યું છે. તેમણે કંપનીઓને યૂઝર્સ માટે DND સર્વિસ શરૂ કરવા માટે કહ્યું છે. 

શું બિનજરૂરી Calls આવે છે? આટલું કરશો તો રિંગ વાગતાં પહેલાં જ નંબર થઇ જશે Block

Spam Calls સતત વધી રહ્યા છે. દરરોજ ઓછામાં ઓછા 4 થી 5 બિનજરૂરી કોલ આવે છે. ક્યારેક બેંક લોન તો ક્યારેક વીમો. તમામ પ્રકારના કોલ પરેશાન કરે છે. ઘણા લોકો Truecaller એપની મદદથી કોલ આવ્યા બાદ નંબર બ્લોક કરી દે છે. પરંતુ પછી નવા નંબર પરથી કોલ આવવા લાગે છે. આવી સ્થિતિમાં સમસ્યા પૂરી થવાનું નામ નથી લેતી. આ સમસ્યાના ઉકેલ માટે TRAIએ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સને આદેશ જારી કર્યો છે. તેમણે કંપનીઓને વપરાશકર્તાઓ માટે DND સેવા શરૂ કરવા કહ્યું છે.

સરકારે DND સેવાને ખૂબ જ સરળ બનાવી છે. DND સેવા બે રીતે શરૂ કરી શકાય છે. એક SMS અને બીજો CALL.આ બે સરળ રીતે DND સેવા ચાલુ કરી શકાય છે..

SMS દ્વારા DND સેવા કેવી રીતે એક્ટિવ કરવી
- SMS કરવા માટે તમારે મેસેજિંગ એપ પર જવું પડશે.
- START 0 ટાઈપ કરવાનો રહેશે અને 1909 પર મેસેજ મોકલવાનો રહેશે.
આમ કરવાથી DND સેવા સક્રિય થઈ જશે.

કોલ કરીને DND સેવા કેવી રીતે એક્ટિવ કરવી

- ડાયલર એપ ખોલો.
- 1909 પર કૉલ કરો.
- તમારે કેટલીક સૂચનાઓનું પાલન કરવું પડશે.
આ કર્યા પછી, DND સેવા સક્રિય થઈ જશે.

તો આ રીતે તમે DND સેવા શરૂ કરીને બિનજરૂરી કોલ્સ બંધ કરી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news