આ જગ્યાએ કરશો નહી Smartphoneનો ઉપયોગ, જાણો નુકસાન અને બચવાના ઉપાય
Trending Photos
સ્માર્ટફોનના ફાયદા તો છે જ, પરંતુ તેના નુકસાન વિશે પણ અમે તમને જણાવીએ છીએ. જો તમે લોકો સાથે સીધી વાતચીતથી વધુ સમય સોશિયલ મીડિયા (Social Media) અથવા વીડિયો ગેમ પાછળ વીતાવો છો, વારંવાર નોટિફિકેશન ચેક કરો છો, ટેક્સ્ટ અને ઇમેલ જોયા વિના રહી શકતા નથી, અને તમે તમારા જીવન પર તેની નેગેટિવ ઇફેક્ટને સ્પષ્ટ જોયા બાદ પણ પોતાને આમ કરતાં રોકી શકતા નથી તો તેનો મતલબ છે કે તમે સ્માર્ટફોન (Smartphone)ના ગુલામ થઇ ચૂક્યા છો. તેનાથી તમારું કામ, પારિવારિક જીવન અને પોતાના શરીર અને વ્યક્તિત્વ પર અસર પડી શકે છે. તેનાથી બચવા માટે કેટલાક ઉપાય છે, જેને તમે અપનાવીને સ્માર્ટફોનની ગુલામાંથી મુક્તિ મેળવી શકો છો.
1- સ્માર્ટફોન ઉપયોગ કરવાનો સમય નક્કી કરો- કારણ કે તમે દર વખતે મોબાઇલ પર લાગેલા રહ્યો છો, એટલા માટે જરૂરી છે કે તમે સંકલ્પ કરો કે દિવસમાં ક્યારે, કેટલીવાર તમે સ્માર્ટફોનનો ઉપયોગ કરશો. આ રૂટીનને કડકાઇપૂર્વક ફોલો કરો.
2- દિવસમાં થોડો નિશ્વિત સમય પોતાના ફોનનો ઉપયોગ ન કરો. જેમ કે ડ્રાઇવિંગ વખતે, મીટિંગમાં, જિમમાં, ડિનરના સમયે અથવા બાળકોની સાથે રમતી વખતે. બાથરૂમમાં તો પોતાનો ફોન ક્યારેય લઇ જશો નહી.
3- રાત્રે સૂતી વખતે પોતાનો ફોન અથવા ટેબલેટને પથારીમાં સાથે લઇ જશો નહી. મોબાઇલ ફોનની સ્ક્રીનથી નિકળનાર પ્રકાશ તમારી ઉંઘ ખરાબ કરી શકે છે. બેડટાઇમના બે કલાક પહેલાં મોબાઇલ ફોનને છોડી દેવો જોઇએ. સૂતી વખતે કોઇ સારું પુસ્તક વાંચો.
4- સ્માર્ટફોન પર સમય પસાર કરવાના બદલે સ્વાસ્થ્ય માટે સારી ગતિવિધિઓમાં સમય પસાર કરો. જેમ કે બાળકો સાથે રમવું, મેડિટેશન, મિત્રો અથવા પરિવાર સાથે બેસીને વાતો કરવી.
5- નાની-નાની રમતનો સહારો લો. જેમ કે સહકર્મીઓ સાથે ઓફિસમાંથી બહાર ચા પીવા જવું મિત્રો સાથે ડિનર પાર્ટી દરમિયાન ફોનના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દો. જો ફોનનો ઉપયોગ કરશે તેને બિલ પેમેંટ કરવું પડશે.
6- પોતાના ફોન વડે સોશિયલ મીડિયા એપને ડિલીટ કરી દો. તમે કહેશે કે આ શું કહી રહ્યા છો. પરંતુ ફોનની ગુલામીમાંથી બચવાની આ સારી રીત છે. સોશિયલ મીડિયા એપને ફક્ત ડેક્સટોપ પર ઉપયોગ કરો.
7- કંઇક છૂટી જશે, તેના ડરથી તમે વારંવાર મોબાઇલ ચેક કરો છો. આ ડરથી બહાર નિકળો. કંઇ છૂટી જતું નથી અને જો છૂટી જશે તો કોઇ મોટી આફત આવી જશે નહી. યાદ રાખો સ્માર્ટફોન વિના પણ દુનિયા ચાલતી હતી અને ચાલતી રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે