VIDEO : અક્ષય કુમાર લાડલી સાથે રંગાયા ગુજરાતી રંગમાં, ફેન્સ બોલ્યા ફેન્ટાસ્ટિક પાપા...

અક્ષય કુમાર અને એમની પુત્રી નિતારાના ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં લોકપ્રિય થઇ રહ્યા છે. જોકે તાજેતરમાં ઉત્તરાયણ નિમિત્તે વાયરલ થયેલા વીડિયોની તો વાત જ અલગ છે. અક્ષય કુમારે પુત્રી નિતારા સાથે પતંગ ઉડાવતો વીડિયો સોશિયલ મીડિયામાં લોકોને વધુ પસંદ આવી રહ્યો છે અને ફેન્સ બોલી રહ્યા છે ફેન્ટાસ્ટિક પાપા.

VIDEO : અક્ષય કુમાર લાડલી સાથે રંગાયા ગુજરાતી રંગમાં, ફેન્સ બોલ્યા ફેન્ટાસ્ટિક પાપા...

નવી દિલ્હી : બોલીવુડ ખેલાડી અક્ષય કુમાર સોશિયલ મીડિયામાં અગ્રેસિવ છે અને એમના ઘણા વીડિયો લોકોને પસંદ આવી રહ્યા છે. પરંતુ ઉત્તરાયણ નિમિત્તે પુત્રી નિતારા સાથેનો વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. અક્ષય કુમારે પુત્રી નિતારા સાથે પતંગ ઉડાવતો વીડિયો શેયર કરતાં ફેન્સને ગમ્યો છે અને એક પિતા તરીકેની લાગણી જોતાં ફેન્સ આફરીન થઇ રહ્યા છે અને બોલી રહ્યા છે ફેન્ટાસ્ટિક પાપા.... આ વીડિયોમાં અક્ષય કુમાર પુત્રીને પતંગ ઉડાવતાં શીખવા રહ્યા છે. 

અક્ષય કુમાર જ્યારે પણ સોશિયલ મીડિયા પર નિતારા સાથેનો વીડિયો શેયર કરે છે તો ફેન્સને એ ઘણો પસંદ આવે છે. આમ પણ અક્ષય કુમારની ઇમેજ એક સારા પિતા તરીકેની છે. તે ઘણી વારા પોતાના ઇન્ટરવ્યૂમાં પણ કહી ચૂક્યા છે કે નિતારા એમના માટે કેટલી ખાસ છે. હવે આ વીડિયો જોતાં એ સ્પષ્ટ થઇ જાય છે કે તે નિતારા સાથે રમતી વખતે કેવા બાળક બની જાય છે. 

अक्षय कुमार की 6 साल की बेटी नितारा भी बनी 'खिलाड़ी', वायरल हुआ VIDEO

વીડિયોમાં ખાસ શું છે?
આ વીડિયોમાં અક્ષય કુમાર પતંગ ઉડાવતા નજર આવી રહ્યા છે. એમની સાથે પુત્રી નિતારા પણ છે. વીડિયોમાં અક્ષય પતંગ ઉડાવી રહ્યા છે તો નિતારા ફિરકી પકડી ઉભી છે. પરંતુ બાદમાં નિતારા ફિરકી છોડી દે છે અને પતંગ ઉડાવવાની જીદ કરે છે તો અક્ષય એને પતંગ ઉડાવવાની ટીપ્સ આપે છે. જુઓ આ વીડિયો

A post shared by Akshay Kumar (@akshaykumar) on

અક્ષય કુમારે આ વીડિયો પોતાના સોશિયલ એકાઉન્ટથી શેયર કર્યો છે. એટલું જ નહીં પરંતુ સાથે એક શાનદાર કેપ્શન પણ લખી છે. જેમાં લખ્યું છે કે, મળો પિતાના નાનકડા સાથીદાર સાથે...સાથોસાથ આ વીડિયોમાં અક્ષય એ બતાવવા પણ પ્રયાસ કરે છે કે એક પિતા પોતાની પુત્રી સાથે કેવી રીતે આ પરંપરાને નિભાવે છે. 

पापा खिलाड़ी अक्षय कुमार ने लिखा बेटी नितारा के लिए इमोशनल मैसेज

અક્ષય અને નિતારાનો આ વીડિયો શેયર થતાં જ ફેન્સને ઘણો પસંદ આવ્યો અને જોત જોતામાં 59 લાખ લોકોએ આ વીડિયો જોયો. એટલું જ નહીં આ વીડિયોને ફેન્સે શેયર પણ કર્યો અને આફરિન થઇ કહ્યું પણ ખરૂ.... ફેન્ટાસ્ટિક પાપા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news