Sim Card New Rules! હવે એક ID ઇશ્યૂ થશે બસ આટલા સિમ કાર્ડ, આજે લેવાશે નિર્ણય

SIM Card news: Telecom Minister Ashwini Vaishnaw આજે એક આઇડી પર સિમ કાર્ડ લિમિટને ઓછી કરવાની જાહેરાત થઇ શકે છે. એક આઇડી પર 9 ના બદલે 4 થઇ શકે છે. ટેલીકોમ નેટવર્ક પર ફર્જીવાડાને કંટ્રોલ કરવા માટે સરકાર આ નિર્ણય લઇ શકશે. 

Sim Card New Rules! હવે એક ID ઇશ્યૂ થશે બસ આટલા સિમ કાર્ડ, આજે લેવાશે નિર્ણય

Sim Card New Guidelines: ટેલિકોમ મંત્રી (Telecom Minister) અશ્વિની વૈષ્ણવ (Ashwini Vaishnaw) આજે એક ID પર સિમ કાર્ડની મર્યાદા ઘટાડવાની જાહેરાત કરી શકે છે. ID પર 9 ને બદલે 4 નંબર હોઈ શકે છે. એટલે કે એક આઈડી પર માત્ર ચાર સિમ ઈશ્યુ કરી શકાશે. સૂત્રોનું માનીએ તો આજે ટેલિકોમ મંત્રી નવી સિમ કાર્ડ ગાઈડલાઈનને ફ્લેગ ઓફ કરી શકે છે.

કેમ લેવામાં આવી શકે છે આવો નિર્ણય
સવાલ એ ઉઠે છે કે સિમ કાર્ડ સંખ્યાને કેમ ઓછો કરવામાં આવી રહી છે. જવાબ સાયબર ફ્રોડ છે. ભારતમાં સાયબર ફ્રોડના કેસ સતત વધી રહ્યા છે. ટેલિકોમ નેટવર્ક પર કોલ ડ્રોપ, છેતરપિંડી પર નિયંત્રણ માટે સરકાર આ પગલું ભરી શકે છે.

શું પહેલાથી ચાલી રહેલા સિમ કાર્ડ બંધ થઈ જશે?
તમને જણાવી દઈએ કે, અત્યાર સુધી એક આઈડી પર 9 સિમ ઉપલબ્ધ છે. હવે લોકો સિમ કાર્ડ મેળવીને અનિચ્છનીય કોલ કરી શકશે. કેટલાક બીજાના આઈડી પરથી સિમ ઈશ્યુ કરીને ચલાવે છે. ન્યૂઝ રિપોર્ટ્સ અનુસાર, એક આઈડી પર પહેલાથી ચાલી રહેલા સિમ કાર્ડ પર કોઈ અસર થશે નહીં.

સંચાર સાથી પોર્ટલ શરૂ કરવામાં આવ્યું
છેતરપિંડી અટકાવવા માટે ભારત સરકારે પહેલાથી જ સંચાર સાથી પોર્ટલ શરૂ કર્યું છે. તમે આ પોર્ટલ પર ચોરાયેલા અથવા ખોવાયેલા ફોન વિશે ફરિયાદ નોંધાવી શકો છો. આ વેબસાઈટ પર તમે તમારા આઈડી સાથે કેટલા સિમ કાર્ડ એક્ટિવ છે તે ચેક કરી શકો છો. જો સિમ કાર્ડ સક્રિય છે અને તમે તેનો ઉપયોગ કરતા નથી, તો તમે તેની જાણ કરીને તેને રોકી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news