PORD: સરકારી સ્કીમમાં દર મહિને ₹10,000 નું કરો રોકાણ, 10 વર્ષમાં ગેરંટીથી મળશે ₹16.90 લાખ

PORD: એવા ઘણા ઈન્વેસ્ટર છે, જે પોતાના પૈસા પર કોઈ જોખમ લેવા ઈચ્છતા નથી અને રોકાણ પર ચોક્કસ રિટર્ન ઈચ્છે છે. કોઈ જોખમ વગર રોકાણ કરવા માટે સરકારી સ્કીમ સારો વિકલ્પ છે. 

PORD: સરકારી સ્કીમમાં દર મહિને ₹10,000 નું કરો રોકાણ, 10 વર્ષમાં ગેરંટીથી મળશે ₹16.90 લાખ

નવી દિલ્હીઃ PORD: શેર બજાર અને તેની સાથે જોડાયેલા રોકાણના વિકલ્પોમાં હાઈ રિટર્નની સાથે-સાથે હાઈ રિસ્ક પણ હોય છે. તેવામાં જે ઈન્વેસ્ટર જોખમ ઉઠાવવાની ક્ષમતા રાખે છે, તેના માટે આ સારો વિકલ્પ હોય છે. બીજીતરફ એવા ઈન્વેસ્ટર પણ છે, જે પોતાના પૈસા પર કોઈ જોખમ લેવા ઈચ્છતા નથી અને રોકાણ પર ચોક્કસ રિટર્ન ઈચ્છે છે. જોખમ વગર ગેરેન્ટેડ રિટર્ન માટે સરકારી સ્કીમ સારો વિકલ્પ છે. તેમાં એક સ્કીમ પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટ (Post Office RD)છે. પોસ્ટ ઓફિસની આરડીમાં હાલ 6.5 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. તેમાં વ્યાજની ગણતરી ક્વાર્ટરના આધાર પર કરવામાં આવે છે. 

PORD: ₹10K મહિને રોકાણ, 10 વર્ષમાં 16.90 લાખ
પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટ (PORD)માં મિનિમમ1 100 રૂપિયા મહિનેથી રોકાણ કરી શકાય છે. રોકાણની કોઈ મેક્સિમમ લિમિટ નથી. 10 રૂપિયાના મલ્ટીપલમાં ઈચ્છો એટલું રોકાણ કરી શકો છો. 

જો તમે મહિને 10 હજાર રૂપિયાનું રોકાણ PORD માં કરી રહ્યાં છો તો 5 વર્ષ બાદ તમને મેચ્યોરિટી પર 7,09,902 રૂપિયા મળશે. તેમાં 6 લાખ તમારૂ રોકાણ થશે અને 1,09,902  રૂપિયાનું ગેરેન્ટેડ વ્યાજ મળશે. PORD એકાઉન્ટ0ને 5 વર્ષની મેચ્યોરિટી બાદ આગામી પાંચ વર્ષ માટે વધારી શકાય છે. આ રીતે તમે 10 વર્ષ સુધી આરડી બનાવી રાખો છો તો તમને કુલ ગેરેન્ટેડ ફંડ 16,89,871 રૂપિયા થશે. તેમાં વ્યાજથી 4,89,871 રૂપિયાની આવક થશે. 

પોસ્ટ ઓફિસની રેકરિંગ ડિપોઝિટ સ્કીમમાં કોઈ જોખમ નથી. પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓ પર સોવરેન ગેરંટી હોય છે. એવું એટલા માટે કારણ કે આ પૈસાનો ઉપયોગ સરકાર કરે છે. તેથી સ્કીમ્સમાં રોકાણના પૈસા સંપૂર્ણ રીતે સુરક્ષિત રહે છે. 

જોઈન્ટ એકાઉન્ટની સુવિધા
PORD એકાઉન્ટ પોસ્ટ ઓફિસની ગમે તે બ્રાન્ચમાં 100 રૂપિયાથી ખોલાવી શકાય છે. તેમાં એક વ્યક્તિ ગમે એટલા એકાઉન્ટ ખોલાવી શકે છે. તેમાં સિંગલ સિવાય 3 વ્યક્તિઓના જોઈન્ટ એકાઉન્ટ પણ ખોલાવી શકાય છે. માઇનર માટે ગાર્જિયન એકાઉન્ટ ખોલાવી શકે છે. પોસ્ટ ઓફિસના આરડી એકાઉન્ટની મેચ્યોરિટી 5 વર્ષ હોય છે. પરંતુ 3 વર્ષ બાદ પ્રી-મેચ્યોર ક્લોઝર કરી શકાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news