શું તમે RTGS, NEFT અને IMPSથી રૂપિયા કરો છો ટ્રાન્સફર? જાણો ક્યો વિકલ્પ છે સારો

Online Money Transfer: મોટા ભાગના લોકો ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરવામાં આ ત્રણ વિકલ્પમાં અસમંજસમાં મૂકાય છે. જો કે આ ત્રણેય પદ્ધતિથી રૂપિયા ટ્રાન્સફર કરવા સુરક્ષીત અને ઝડપી જ છે. તેમ છતા આ ત્રણેય વિકલ્પમાં ઘણો તફાવત હોય છે. જેથી તમારે કઈ પદ્ધતિથી રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરવા તે જાણવું ખુબ જ જરૂરી છે.

  • રૂપિયા ટ્રાન્સફર કરવામાં મોટા ભાગના લોકો છે અસમંજસમાં
  • ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરવા RTGSનો થાય છે ઉપયોગ
  • આનો લાભ માત્ર વર્કિંગ દિવસોમાં જ લઈ શકાય છે
  • ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર માટે ક્યો વિકલ્પ છે સારો?

Trending Photos

શું તમે RTGS, NEFT અને IMPSથી રૂપિયા કરો છો ટ્રાન્સફર? જાણો ક્યો વિકલ્પ છે સારો

Online Money Transfer: ડિજિટલ ઈન્ડિયાના યુગમાં દરેક લોકો ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરતા હોય છે. રૂપિયા ટ્રાન્સફર કરવા એકાન્ડમાં લોગ ઈન કરો એટલે ત્રણ વિકલ્પ જોવા મળે છે. RTGS, NEFT અને IMPS. આ ત્રણ પદ્ધતિથી રૂપિયા ટ્રાન્સફર કરી શકાય છે. ત્યારે કેટલાક લોકોને સવાલ એ થાય રૂપિયા ટ્રાન્સફર કરવાના જ વિકલ્પ છે તો અલગ અલગ કેમ છે. આમાથી કઈ પદ્ધતિથી રૂપિયા ટ્રાન્સફર કરવા વધુ ફાયદા કારક હોય છે. મોટા ભાગના લોકો ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરવામાં આ ત્રણ વિકલ્પમાં અસમંજસમાં મૂકાય છે. જો કે આ ત્રણેય પદ્ધતિથી રૂપિયા ટ્રાન્સફર કરવા સુરક્ષીત અને ઝડપી જ છે. તેમ છતા આ ત્રણેય વિકલ્પમાં ઘણો તફાવત હોય છે. જેથી તમારે કઈ પદ્ધતિથી રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરવા તે જાણવું ખુબ જ જરૂરી છે.

વધુ રૂપિયા ટ્રાન્સફર માટે ક્યો વિકલ્પ છે શ્રેષ્ઠ?
બેંકની રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ પદ્ધતિથી ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરવાનો વિકલ્પ મળે છે. આ વિકલ્પનો ઉપયોગ મોટા ટ્રાન્જેક્શન માટે કરવામાં આવે છે. જેમાં તાત્કાલિક અને વધુ રૂપિયા ટ્રાન્સફર કરવા હોય ત્યારે RTGSનો ઉપયોગ થાય છે. આમાં તમે રૂપિયા ટ્રાન્સફર કરો કે તરત જ સામે વાળી વ્યક્તિના ખાતામાં જમા થઈ જતા હોય છે. જો કે આ સુવિધાનો ઉપયોગ માત્ર વર્કિંગ દિવસોમાં સવારે 8થી સાંજના સાડા 4 વાગ્યા સુધી જ કરી શકાય છે. એટલું જ નહીં પણ આવા ટ્રાન્જેક્શનમાં ચાર્જ પણ ચૂકવવો પડતો હોય  છે.  

NEFTમાં એક નહીં પણ ચાર સુવિધા મળે છે-
NEFT એક નહીં પરંતુ ચાર સુવિધાઓ પૂરી પાડે છે.નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ પદ્ધતિનો ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરવા ઉપોયગ થાય છે. જેનાથી તમે દેશમાં ગમે ત્યાં પૈસા મોકલી શકો છો. આમા ઓછામાં ઓછા કે વધુમાં વધુ નાણા મોકલવાની કોઈ લીમીટ નથી હોતી. આ પદ્ધતિથી રૂપિયા મોકલવા પર કોઈ ચાર્જ પણ નથી લાગતો. સૌથી મોટી વાત તો એ છે આ સુવિધા તમને અઠવાડિયાના 7 દિવસ અને 24 કલાક મળે છે. તમે NEFTથી રૂપિયા જમા કરાવવા, ક્રેડિટ કાર્ડ બિલ, લોન પેમેન્ટ અને ફોરેન એક્સચેન્જનું કામ પણ કરી શકો છો.

IMPSનો શું છે ઉપયોગ?
સુવિધા ઓનલાઈન પૈસા મોકલવા માટે પણ ઉપયોગી છે. જો તમારે તરત જ કોઈના ખાતામાં પૈસા મોકલવાના હોય. તો તાત્કાલિક ચુકવણી સેવા એટલે કે IMPSનો લાભ લઈ શકો છો.. આ વિકલ્પ તમને કોઈ પણ સમયે પૈસા મોકલવાની સુવિધા આપે છે. રજાના દિવસે પણ IMPSથી પૈસા મોકલી શકાય છે. જેમં વધુમાં વધુ કે ઓછામાં ઓછા રૂપિયા મોકલવાની કોઈ મર્યદા નથી હોતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news