આ ભારતીય એપ કરી રહી છે ચાઈનીઝ એપની છૂટ્ટી, તેની સામે Google કર્યું કંઇક આવું

ભારત-ચીનની વચ્ચે ચાલી રહેલા બોર્ડર તણાવની વચ્ચે ગૂગલે એક મોટો આંચકો આપ્યો છે. ચીનની ભારતમાં ચાલી રહેલી વિવિધ એપ્લિકેશનની સામે તૈયાર એક મોબાઈલ એપને ગૂગલે તેના પ્લે સ્ટોરમાંથી હટાવી દીધી છે. જણાવી દઇએ કે, ગૂગલ પ્લે સ્ટોર (Google Play Store)માંથી રિમૂવ ચાઈના એપ્લિકેશન (Remove Chine Apps)ને ટૂક સમયમાં 50 લાખથી વધારે વખત ડાઉનલોડ કરવામાં આવી છે.

આ ભારતીય એપ કરી રહી છે ચાઈનીઝ એપની છૂટ્ટી, તેની સામે Google કર્યું કંઇક આવું

નવી દિલ્હી: ભારત-ચીનની વચ્ચે ચાલી રહેલા બોર્ડર તણાવની વચ્ચે ગૂગલે એક મોટો આંચકો આપ્યો છે. ચીનની ભારતમાં ચાલી રહેલી વિવિધ એપ્લિકેશનની સામે તૈયાર એક મોબાઈલ એપને ગૂગલે તેના પ્લે સ્ટોરમાંથી હટાવી દીધી છે. જણાવી દઇએ કે, ગૂગલ પ્લે સ્ટોર (Google Play Store)માંથી રિમૂવ ચાઈના એપ્લિકેશન (Remove Chine Apps)ને ટૂક સમયમાં 50 લાખથી વધારે વખત ડાઉનલોડ કરવામાં આવી છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર રિમૂવ ચાઈના એપ 2 જૂન સુધી ગૂગલ પ્લે સ્ટોરમાં હતી. પરંતુ આજે સવારથી આ એપ હવે પ્લે સ્ટોરમાંથી હટાવી દેવામાં આવી છે. બોર્ડર વિવાદ વધવાથી ભારતના વિવિધ સોશિયલ મીડિયા પર ચાઈનીઝ એપને હટાવવાની અપીલ કરવામાં આવી રહી હતી.

લોકપ્રિય થઈ રહી હતી આ એપ
આ એપ દેશમાં ભારત-ચીન બોર્ડર પર વધતા તણાવ અને ચીનના વુહાનથી ફેલાયેલી કોવિડ-19ની મહામારીના કારણે જનજીવનને થઈ રહેલા નુકસાનથી વધી રહેલી ચીન વિરોધી ભાવનાઓની વચ્ચે લોકપ્રિય થઈ રહી હતી. રિમૂવ ચાઈનીઝ એપ (Remove Chine Apps)ને ટૂક સમયમાં 50 લાખથી વધારે વધત ડાઉનલોડ કરવામાં આવી છે.

ગત મહિનાની 17 તારીખે જાહેર કરવામાં આવેલી રિમૂવ ચાઈના એપ દ્વારા ટિક ટોક (TikTok), યૂસી બ્રાઉઝર (UC Browser) જેવી કથિત એપને ડિલીટ કરી શકાય છે. ગૂગલ પ્લે સ્ટોર પર તેને 1.89 લાખ રિવ્યૂ અને 4.9 સ્ટાર મળ્યા છે.

એપને બનાવનાર 'વન ટચ એપ લેબ્સ'નો દાવો છે કે, તેને શૈક્ષિક ઉદેશ્ય માટે બનાવવામાં આવી છે. જેથી કોઈ એપને બનાવનાર દેશની જાણકારી મેળવી શકાય. કંપનીની વેબસાઈટ અનુસાર તે જયપુરમાં સ્થિત છે. ડેવલપર્સ દ્વારા આ એપનો વ્યાવસાયિક ઉદેશ્યો માટે ઉપયોગ કરવાનો ઈરાદા ન હતો. (ભાષા: ઇનપુટ)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news