Jio નો હિટ પ્લાન! 84 દિવસ સુધી ડેટા, કોલિંગ અને SMS ફ્રી, સાથે મળશે ખાસ બેનિફિટ્સ
Reliance Jio Rupees 719 Plan: રિલાયન્સ જિયો પાસે પ્રીપેડ યૂઝર્સ માટે પ્લાનની એક લાંબી શ્રેણી છે. યૂઝર્સ પોતાની જરૂરીયાત પ્રમાણે રિચાર્જ કરાવી શકે છે. જિયોનો 719 રૂપિયાનો પ્લાન એક સાથે અનેક ફાયદા આપી રહ્યો છે. જાણો તેની વિગત...
Trending Photos
નવી દિલ્હીઃ Reliance Jio Rupees 719 Plan: રિલાયન્સ જિયોનો 719 રૂપિયાનો પ્લાન ગ્રાહકોને લાંબી વેલિડિટી, અનલિમિટેડ કોલિંગ અને ડેટાનો લાભ આપે છે. જિયો તરફથી ઘણા પ્લાન ગ્રાહકોની જરૂરીયાતને ધ્યાનમાં રાખી લોન્ચ કરવામાં આવે છે. જો તમે પણ જિયો ગ્રાહક છો તો જિયોના આ ખાસ રિચાર્જ પ્લાનનું સબ્સક્રિપ્શન લઈ શકો છો. જેમાં તમને દરરોજ અનલિમિટેડ કોલિંગ, એસએમએસ અને ફ્રી ડેટાની સુવિધા આપવામાં આવી રહી છે.
જિયોનો 719 રૂપિયાનો પ્રીપેડ પ્લાન
જો તમે 84 દિવસની વેલિડિટીવાળા રિચાર્જ પ્લાન જોઈ રહ્યાં છો તો જિયોનો 719 રૂપિયાનો પ્લાન તમને ઉપયોગી થઈ શકે છે. 719 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં 84 દિવસની વેલિડિટીની સાથે કુલ 168 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. આ ડેટા દરરોજ 2 જીબી ડેટા પ્રમાણે તમારા એકાઉન્ટમાં ક્રેડિટ કરી દેવામાં આવશે. આ ઓફરમાં તમને અનલિમિટેડ કોલિંગનો લાભ મળશે. આ સિવાય દરરોજ 100 એસએમએસનો લાભ કંપની આપી રહી છે. સાથે જિયોની દરેક એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ આપવામાં આવશે.
આ છે તેના ફાયદા
719 રૂપિયાના પ્લાનમાં દરરોજ 2જીબી ડેટા પ્રમાણે કુલ 168 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. સાથે ડેટાની લિમીટ પૂરી થયા બાદ ઈન્ટરનેટની સ્પીડ ઘટી જશે. આ પ્લાનમાં જિયો ટીવી, જિયો સિનેમા, જિયો ક્લાઉડ અને જિયો સિક્યોરિટી જેવી એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળે છે.
આ છે પ્લાનની કોસ્ટ
જો આ પ્લાનની કિંમત તમે મહિના પ્રમાણે જુઓ તો તમને મહિને આશરે 256 રૂપિયાનો ખર્ચ આવે છે. જો દરરોજનો ખર્ચ જોવામાં આવે તો 9 રૂપિયા થાય છે. જિયોના અનેક યૂઝર્સ આ પ્લાનનું સબ્સક્રિપ્શન કરાવી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે