Jio ની ધમાકેદાર ઓફર, રિચાર્જ કરાવો અને જીતો લાખોના ઈનામ, જાણો વિગત

જિયોની આ ખાસ એનિવર્સરી ઓફર 6 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર, 2022 સુધી વેલિડ છે. આ ઓફર હેઠળ જિયોના પ્લાનથી રિચાર્જ કરાવનાર ગ્રાહકોને દરરોજ 10,00,000 રૂપિયા કે 10 લાખ રૂપિયા સુધીનું ઈનામ મળશે. 
 

Jio ની ધમાકેદાર ઓફર, રિચાર્જ કરાવો અને જીતો લાખોના ઈનામ, જાણો વિગત

નવી દિલ્હીઃ ભારતની સૌથી મોટી ટેલીકોમ કંપની Reliance Jio નવા ગ્રાહકોને જોડવા માટે અને જૂનાને જાળવી રાખવા માટે દરેક પ્રકારની આકર્ષક ઓફર લાવતી રહે છે. હવે જિયો પોતાની છઠ્ઠી એનિવર્સરી પર યૂઝર્સને લાખોપતિ બનાવવાની ઓફર લઈને આવ્યું છે. આ ઓફર હેઠળ જિયો યૂઝર્સ માત્ર રિચાર્જ કરાવી લાખોપતિ બની શકે છે. તો આવો જાણીએ શું છે આ ઓફર અને તમે કઈ રીતે 10 લાખ રૂપિયા સુધીના ઇનામ જીતી શકો છો. 

ક્યાં સુધી વેલિડ છે Jio Anniversary Offer
જિયોની આ ખાસ એનિવર્સરી ઓફર 6 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર, 2022 સુધી વેલિડ છે. આ ઓફર હેઠળ જિયો પ્લાનથી રિચાર્જ કરાવનાર ગ્રાહકોને દરરોજ 10,00,000 રૂપિયા કે 10 લાખ રૂપિયાનું ઇનામ મળશે. 

કઈ રીતે જીતી શકો છો 10 લાખ રૂપિયા
આ ઓફર દરમિયાન 299 રૂપિયા કે તેથી વધુના પ્રીપેડ પ્લાન્સ સાથે રિચાર્જ કરાવનાર ગ્રાહક 10 લાખ રૂપિયા સુધીની ગિફ્ટ જીતવા માટે પાત્ર હશે. જિયોએ કહ્યું કે આ ઓફર તમિલનાડુ સર્કલના યૂઝર્સ માટે લાગૂ નથી. બાકી ભારતભરના જિયો યૂઝર્સ આ ઓફરનો લાભ ઉઠાવવા અને ઇનામ જીતવા પાત્ર હશે. ઓફરના અન્ય નિયમ અને શરતોને જિયો દ્વારા પોતાની ટ્વિટર પોસ્ટ પર વિસ્તૃત કરવામાં આવી નથી. 5 સપ્ટેમ્બર 2022ના જિયોએ કારોબારમાં છ વર્ષ પૂરા કર્યાં છે. આ ઓફર લાઇવ છે અને રિચાર્જ કરાવનાર ગ્રાહક ટેલ્કોથી કેટલીક પ્રાઇઝ જીતવામાં સક્ષમ હશે. 

Jio 6th Anniversary ઓફર હેઠળ મળી રહ્યો છે આ ફાયદો
આ ઓફર હેઠળ કંપની પોતાના 2999 રૂપિયાવાળા પ્લાન પર 6 એડિશનલ બેનિફિટ આપી રહી છે. આ પ્લાનને સબ્સક્રાઇબ કરનાર યૂઝર્સને ફ્રીમાં 75જીબી એક્સ્ટ્રા ડેટા મળી રહ્યો છે. આ સિવાય કંપની રિલાયન્સ ડિજિટલમાંથી 5 હજારનું શોપિંગ કરવા પર 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ ઓફર કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news