PIB Fact Check : યુવાઓને દર મહિને 3400 રૂપિયા મળશે? સરકારે શું કહ્યું તે ખાસ જાણો

PIB Fact Check : સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મેસેજમાં દાવો કરાઈ રહ્યો છે કે પ્રધાનમંત્રી જ્ઞાનવીર યોજનામાં રજિસ્ટ્રેશન કરાવવા પર યુવાઓને દર મહિને 3400 રૂપિયા આપવામાં આવશે.સરકારી એજન્સી પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો (PIB) એ વાયરલ મેસેજનું ફેક્ટ ચેક(PIB FactCheck) જણાવતા  શું કહ્યું તે ખાસ જાણો. 

PIB Fact Check : યુવાઓને દર મહિને 3400 રૂપિયા મળશે? સરકારે શું કહ્યું તે ખાસ જાણો

Central Govt Schemes: સરકાર તરફથી બાળકોથી લઈને વૃદ્ધો સુધીના લોકો માટે કલ્યાણકારી યોજનાઓ ચાલે છે. જેમાંથી અનેક યોજનાઓ વિશે લોકોને જાણકારી સુદ્ધા નથી. આ જ કારણ છે કે લોકો ઠગાઈનો ભોગ બને છે. અનેક યોજનાઓમાં સબસિડી અને ભથ્થાનું પ્લાનિંગ પણ હોય છે. હવે મોદી સરકારની પ્રધાનમંત્રી જ્ઞાનવીર યોજના હેઠળ યુવાઓને દર મહિને 3400 રૂપિયા મળવાની વાત થઈ રહી છે. 

દર મહિને 3400 રૂપિયા?
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મેસેજમાં દાવો કરાઈ રહ્યો છે કે પ્રધાનમંત્રી જ્ઞાનવીર યોજનામાં રજિસ્ટ્રેશન કરાવવા પર યુવાઓને દર મહિને 3400 રૂપિયા આપવામાં આવશે. આ પ્રકારની કોઈ પણ યોજનામાં રજિસ્ટ્રેશન કરાવતા પહેલા તેની પૂરતી જાણકારી હોવી જરૂરી છે. આવો જાણો આ અંગે વિસ્તૃત રીતે...

શું છે વાયરલ મેસેજ
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મેસેજમાં દાવો કરાઈ રહ્યો છે કે સરકાર તરફથી યુવાઓને દર મહિને 3400 રૂપિયાની સહાયતા કરવામાં આવશે. આ માટે પ્રધાનમંત્રી જ્ઞાનવીર યોજનામાં રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. મેસેજ કરનારા વ્યક્તિએ એવો દાવો પણ કર્યો છે કે તે યોજના હેઠળ 3400 રૂપિયા મળ્યા છે. 

▶️यह दावा फ़र्ज़ी है।

▶️इस तरह की किसी वेबसाइट/लिंक पर अपनी निजी जानकारी साझा न करें।

▶️ऐसे संदेशों को फॉरवर्ड करने से पहले #FactCheck जरूर कर लें। pic.twitter.com/KVMzxMJnNW

— PIB Fact Check (@PIBFactCheck) September 6, 2022

મેસેજમાં કેટલું સત્ય
સરકારી એજન્સી પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો (PIB) એ વાયરલ મેસેજનું ફેક્ટ ચેક(PIB FactCheck) જણાવતા કહ્યું છે કે આ મેસેજ સંપૂર્ણ રીતે ફેક છે. પીઆઈબી તરફથી એવી એડવાઈઝરી પણ બહાર પડાઈ છે કે આ પ્રકારના કોઈ પણ મેસેજના ચક્કરમાં ફસાઈને તમારી કોઈ પણ પ્રકારની જાણકારી શેર કરવી નહીં. 

પીઆઈબી તરફથી એવું પણ કહેવાયું છે કે લોકોને ઠગવા માટે સરકારી યોજનાઓથી હળતા ભળતા નામથી આવી ફેક યોજનાઓના નામ રાખવામાં આવે છે. આ પ્રકારના નામ જોઈને લોકો તેમાં ફસાઈ જાય છે. આ લોકો સરકારી નોકરીના નામ પર ફેક લિંક શેર કરે છે. જેને ક્લિક કરતા જ વ્યક્તિના બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપડી જાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news