T20 World Cup: બેયરસ્ટોના સ્થાને ઈંગ્લેન્ડની ટીમમાં સામેલ થયો ખતરનાક ખેલાડી, વિશ્વકપમાં મચાવશે ધૂમ
એલેક્સ હેલ્સને ઈંગ્લેન્ડ પુરૂષ ટી20 વિશ્વકપની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેને જોની બેયરસ્ટોના સ્થાને ટીમમાં લાવવામાં આવ્યો છે, જે ગોલ્ફ રમતા ઈજાગ્રસ્ત થઈ ગયો હતો.
Trending Photos
લંડનઃ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ઓસ્ટ્રેલિયામાં રમાનાર આગામી ટી20 વિશ્વકપ માટે 2 સપ્ટેમ્બરે ઈંગ્લેન્ડની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. પરંતુ ટીમની જાહેરાત બાદ ઈંગ્લેન્ડને મોટો ઝટકો લાગ્યો હતો. હકીકતમાં ટીમનો સ્ટાર બેટર જોની બેયરસ્ટો ગોલ્ફ રમતા સમયે ઈજાગ્રસ્ત થયો અને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.
જોની બેયરસ્ટોનું ટી20 વિશ્વકપમાંથી બહાર થવું ઈંગ્લેન્ડ માટે મોટો ઝટકો હતો. પરંતુ બેયરસ્ટોની ઈજાથી એક ખેલાડીને ફાયદો થયો છે. 2019 સુધી ટીમનો સ્ટાર ઓપનિંગ બેટર રહેલા એલેક્સ હેલ્સની બેયરસ્ટોના રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં વાપસી થઈ છે. એલેક્સ હેલ્થને ત્રણ વર્ષ બાદ રાષ્ટ્રીય ટીમમાં તક મળી છે. 2019માં નશીલી દવાઓના ઉપયોગને કારણે હેલ્સને રાષ્ટ્રીય ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે તે 2019નો વિશ્વકપ રમી શક્યો નહીં.
એપ્રિલ 2019માં હેલ્સન નશીલી દવાઓના ઉપયોગ માટે કરાયેલો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યારબાદ તેનું નામ ઈંગ્લેન્ડની ટીમમાંથી હટાવી દેવામાં આવ્યું હતું. હેલ્સના વ્યવહારથી તે સમયે ટીમનો કેપ્ટન ઇયોન મોર્ગન ખુશ નહોતો. હેલ્સે છેલ્લે 2019માં ઈંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેને પાકિસ્તાન સામે રમાનારી ટી20 સિરીઝ માટે પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
ટી20 વિશ્વકપ માટે ટીમઃ જોસ બટલર (કેપ્ટન), મોઇન અલી, હેરી બ્રૂક, સેમ કરન, એલેક્સ હેલ્સ, ક્રિસ જોર્ડન, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, આદિલ રાશિદ, ફિલ સાલ્ટ, બેન સ્ટોક્સ, રીસ ટોપલે, ડેવિડ વિલી, ક્રિસ વોક્સ અને માર્ક વુડ.
પાકિસ્તાન સામે ટી20 સિરીઝ માટે ટીમઃ જોસ બટલર, મોઈન અલી, હેરી બ્રૂક, જોર્ડન કોક્સ, સેમ કરન, બેન ડકેત, લિયામ ડોસન, રિચર્ડ ગ્લીસન, એલેક્સ હેલ્સ, ટોમ હેલ્મ, વિક જેક, ડેવિડ મલાન, આદિલ રશીદ, ફિલ સાલ્ટ, ઓલી સ્ટોન, રીસ ટોપલે, ડેવિડ વિલી, ક્રિસ વોક્સ, લ્યૂક વુડ, માર્ક વુડ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે