48MP કેમેરાવાળો Redmi K20 આ તારીખે થશે લોન્ચ, જાણો તેની અન્ય ખૂબીઓ

ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમી (Xiaomi) ચીનમાં પોતાના નવા સ્માર્ટફોન 'Redmi K20' લોન્ચ કરવાની છે. 'સ્નૈપડ્રૈગન 855' પ્રોસેસરવાળા સ્માર્ટફોન 28 મેના રોજ લોન્ચ થશે. કંપનીએ સોમવારે તેની લોન્ચની તારીખની પુષ્ટિ કરતાં સત્તાવાર ટીઝર લોન્ચ કર્યું. 'Redmi K20' ને ચીનની સાથે ભારતમાં પણ લોન્ચ કરી શકાય છે. 
48MP કેમેરાવાળો Redmi K20 આ તારીખે થશે લોન્ચ, જાણો તેની અન્ય ખૂબીઓ

બીજીંગ: ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમી (Xiaomi) ચીનમાં પોતાના નવા સ્માર્ટફોન 'Redmi K20' લોન્ચ કરવાની છે. 'સ્નૈપડ્રૈગન 855' પ્રોસેસરવાળા સ્માર્ટફોન 28 મેના રોજ લોન્ચ થશે. કંપનીએ સોમવારે તેની લોન્ચની તારીખની પુષ્ટિ કરતાં સત્તાવાર ટીઝર લોન્ચ કર્યું. 'Redmi K20' ને ચીનની સાથે ભારતમાં પણ લોન્ચ કરી શકાય છે. 

Weibo પર પોસ્ટ કરવામાં આવેલા ટીઝરના અનુસાર 'Redmi K20' બીજિંગમાં 28 મેના રોજ બપોરે બે વાગે (ભારતીય સમનુસાર સવારે 11:30 વાગે) લોન્ચ કરવામાં આવશે. સ્માર્ટફોનમાં 48 મેગાપિક્સલનો 'સોની આઇએમએક્સ586' પ્રાઇમરી કેમેરા સેન્સર છે. સ્માર્ટફોનમાં રિયર કેમેરા અને એક પોપ-અપ સેલ્ફી હોઇ શકે છે. લોન્ચિંગ પહેલાં કંપનીએ 'Redmi K20' ની ઘણી વિશેષતાઓ વિશે જણાવ્યું છે.  

રેડમીના જનરલ મેનેજર લૂ વેઇબીંગે તાજેતરમાં જ પુષ્ટિ કરી હતી 'Redmi K20' સ્નૈપડ્રૈગન 855 પ્રોસેસરવાળા સૌથી સસ્તો ડિવાઇસ હશે. આ દરમિયાન અફવા છે શાઓમી તેના બે વેરિએન્ટ લોન્ચ કરી શકે છે, જેમાં એક સામાન્ય 'Redmi K20' તથા બીજા 'પ્રો' વેરિએન્ટનું હોઇ શકે છે. એક અન્ય રિપોર્ટ અનુસાર 'Redmi K20' પ્રો ભારતમાં 'પોકો એફ2' નામથી આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news