pTron એ ગેમિંગ ઈયરબડ્સ સાથે 3 નવા TWS ઈયરબડ્સ લોન્ચ કર્યા, કિંમત છે સાવ સસ્તી

pTronએ ભારતમાં અનેક નવા ઈયરબડ્સ લોન્ચ કર્યા છે. કંપનીએ એક ડેડિકેટેડ ગેમિંગ ઈયરબડ્સ લોન્ચ કર્યા છે. આ સિવાય 3 ટ્રુ ઈયરબડ્સ ઈયરબડ્સને પણ લોન્ચ કરવામાં આવ્યા છે. pTronના Bassbuds Jade ઈયરબડ્સમાં હાઈ-ટેક ગેમિંગ ફંકશન આપવામાં આવ્યા છે.

pTron એ ગેમિંગ ઈયરબડ્સ સાથે 3 નવા TWS ઈયરબડ્સ લોન્ચ કર્યા, કિંમત છે સાવ સસ્તી

નવી દિલ્હીઃ pTronએ ભારતમાં અનેક નવા ઈયરબડ્સ લોન્ચ કર્યા છે. કંપનીએ એક ડેડિકેટેડ ગેમિંગ ઈયરબડ્સ લોન્ચ કર્યા છે. આ સિવાય 3 ટ્રુ ઈયરબડ્સ ઈયરબડ્સને પણ લોન્ચ કરવામાં આવ્યા છે. pTronના Bassbuds Jade ઈયરબડ્સમાં હાઈ-ટેક ગેમિંગ ફંકશન આપવામાં આવ્યા છે.

આ સિવાય આ ઈયરબડ્સમાં સારી સાઉન્ડ ક્વોલિટી અને સ્લીક ડિઝાઈન આપવામાં આવી છે. કંપનીએ આ સાથે Bassbuds Lite v2, Bassbuds Duo v’21 અને Basspods ANC 992ને પણ લોન્ચ કર્યા છે. આ 4 ઈયરબડ્સને વ્યાજબી કિંમત પર લોન્ચ કરવામાં આવ્યા છે.

Bassbuds Duo v’21 TWS ઈયરબડ્સને ભારતમાં 999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યા છે. Bassbuds Lite v2ની કિંમત 1099 રૂપિયા રાખવામાં આવી છે. Basspods ANC 992ની કિંમત 1699 રૂપિયા રાખવામાં આવી છે. અને Bassbuds Jadeને 1599ની કિંમત 1599 રૂપિયા રાખવામાં આવી છે.

Bassbuds Jadeને લઈ કંપનીએ દાવો કર્યો છે કે આ ઈયરબડ્સ 40 કલાકનો પ્લેબેક ટાઈમ આપે છે. આ સાથે જ 300mAh ચાર્જિંગ કેસ અને 60ms અલ્ટ્રા-લો લેટેન્સી આપવામાં આવી છે. આ માર્કેટમાં સૌથી સસ્તા ગેમિંગ ઈયરબડ્સ છે. કંપનીએ કહ્યું છે કે આનો વજન માત્ર 4 ગ્રામ છે.

Ptronના Bassbuds Lite v2 ઈયરબડ્સને પણ લોન્ચ કરવામાં આવ્યા છે. કંપનીએ દાવો કર્યો છે કે 20 કલાકનો પ્લેબેક ટાઈમ આપે છે. આ સાથે જ 400mAh ચાર્જિંગ કેસ મળે છે. Bassbuds Duo v’21 કંપનીના સૌથી સસ્તા ઈયરબડ્સ છે જેને લોન્ચ કરવામાં આવ્યા છે. તેની કિંમત 999 રૂપિયા રાખવામાં આવી છે. આમાં સ્ટીરિયો સાઉન્ડ, ડીપ રેઝોનેન્ટ બેસ અને IPX4 વોટર રેસિસ્ટન્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news