Punjab: ચરણજીત સિંહ ચન્ની બન્યા પંજાબના પ્રથમ દલિત CM, સુખજિન્દર રંધાવા-ઓપી સોનીએ લીધા મંત્રી પદના શપથ
પંજાબમાં કેપ્ટન અમરિન્દર સિંહના રાજીનામા બાદ કોંગ્રેસે નવા મુખ્યમંત્રી તરીકે દલિત નેતા ચરણજીત સિંહ ચન્ની પર પસંદગીનો કળશ ઢોળ્યો. ચરણજીત સિંહ ચન્નીએ આજે રાજ ભવન ખાતે પંજાબના મુખ્યમંત્રી પદના શપથ લીધા.
Trending Photos
ચંડીગઢ: પંજાબમાં કેપ્ટન અમરિન્દર સિંહના રાજીનામા બાદ કોંગ્રેસે નવા મુખ્યમંત્રી તરીકે દલિત નેતા ચરણજીત સિંહ ચન્ની પર પસંદગીનો કળશ ઢોળ્યો. ચરણજીત સિંહ ચન્નીએ આજે રાજ ભવન ખાતે પંજાબના મુખ્યમંત્રી પદના શપથ લીધા. શપથગ્રહણ સમારોહમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ સામેલ થયા. ચરણજીત સિંહ ચન્ની સરકારમાં સુખજિન્દર રંધાવા અને ઓપી સોનીએ પણ આજે મંત્રી પદના શપથ લીધા. તેમને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. અત્રે જણાવવાનું કે આ અગાઉ ચરણજીત સિંહ ચન્ની અમરિન્દર સિંહ સરકારમાં ટેક્નિકલ શિક્ષણ અને ઔદ્યોગિક તાલિમ મંત્રી હતા. જો કે હંમેશા અમરિન્દર સિંહ વિરુદ્ધ બળવાનો ચહેરો પણ રહ્યા.
શપથ લઈ લીધા બાદ પહોંચ્યા રાહુલ ગાંધી
ચરણજીત સિંહ ચન્ની પંજાબના 16માં મુખ્યમંત્રી બન્યા અને રાજ્યના પહેલા દલિત મુખ્યમંત્રી છે. ખાસ વાત એ છે કે આ શપથગ્રહણ સમારોહથી કેપ્ટન અમરિન્દર સિંહે અંતર જાળવ્યું અને સામેલ થયા નહીં. જો કે રિપોર્ટ્સ મુજબ શપથ લીધા બાદ નવા સીએમ ચરણજીત ચન્ની કેપ્ટનને મળવા માટે ફાર્મ હાઉસ જવાના છે. બીજી બાજુ રાહુલ ગાંધી જ્યારે શપથગ્રહણ સમારોહમાં પહોંચ્યા ત્યાં સુધીમાં તો ચન્ની શપથ લઈ ચૂક્યા હતા.
Congress MLA Charanjit Singh Channi takes oath as Punjab CM at Raj Bhawan pic.twitter.com/W68LmKIl70
— ANI (@ANI) September 20, 2021
સુખજિન્દર રંધાવા અને ઓપી સોનીએ પણ લીધા શપથ
ચરણજીત સિંહ ચન્નીએ મુખ્યમંત્રી પદના શપથ લીધા જ્યારે સુખજિન્દર સિંહ રંધાવા અને ઓપી સોનીએ પણ સાથે સાથે મંત્રી પદના શપથ લીધા છે. રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. તેમને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. પંજાબ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાજિન્દર કૌર ભટ્ટલે આ જાણકારી આપી.
The Deputy CMs are Sukhjinder Singh Randhawa and OP Soni: Rajinder Kaur Bhattal, former Punjab CM and senior Congress leader pic.twitter.com/XpplToyaII
— ANI (@ANI) September 20, 2021
શપથ લેતા પહેલા ગુરુદ્વારામાં માથું ટેક્યું
ચરણજીત સિંહ ચન્નીએ સીએમ પદના શપથ લેતા પહેલા રૂપનગર ખાતે ગુરુદ્વારામાં માથું ટેક્યું. અત્રે જણાવવાનું કે કેપ્ટન અમરિન્દર સિંહના રાજીનામા બાદ કોંગ્રેસે ચરણજીત સિંહ ચન્નીની પસંદગી કરીને બધાને ચોંકાવી દીધા હતા. કારણ કે જે નામ સીએમ પદની રેસમાં હતા તેમને પછાડીને જેમનું નામ જ રેસમાં નહતું તેવા ચરણજીત સિંહ ચન્નીની પસંદગી થઈ.
Punjab CM-designate Charanjit Singh Channi offers prayer at a Gurudwara in Rupnagar before the oath-taking ceremony.
Oath taking ceremony is to take place at 11 am today, Charanjit Singh Channi said yesterday. pic.twitter.com/xQ3lbaGR0L
— ANI (@ANI) September 20, 2021
ચરણજીત સિંહ ચન્ની પહેલા દલિત સીએમ
ચરણજીત સિંહ ચન્ની પંજાબના પહેલા દલિત સીએમ બન્યા છે. ટ્વિટર પર કોંગ્રેસ નેતાઓએ દલિત મુખ્યમંત્રી બનાવવાના નિર્ણયના ખુબ વખાણ કર્યા. પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો. જ્યારે રણદીપ સિંહ સુરજેવાલાએ આશાનું નવું કિરણ ગણાવ્યું.
કોંગ્રેસે દલિત કાર્ડ ખેલવાનું શરૂ કર્યું
કોંગ્રેસના નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ ટ્વીટ કરીને કહ્યું કે કોંગ્રેસે નવો ઈતિહાસ રચ્યો. એક દલિત સાથી, સરદાર ચરણજીત ચન્નીને પંજાબના મુખ્યમંત્રી બનાવીને દરેક ગરીબ સાથી અને કાર્યકરોને ગૌરવાન્વિત અને શક્તિશાળી બનાવ્યા. તારીખ સાક્ષી છે કે આજનો આ નિર્ણય પંજાબ અને દેશના દરેક વંછિત અને શોષિત સાથી માટે આશાની નવી કિરણ બનશે અને નવા દરવાજા ખોલશે.
આ બાજુ પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ ટ્વીટ કરીને કહ્યું કે ઐતિહાસિક! પંજાબના પહેલા દલિત સીએમ-પદનામ, ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે. બંધારણ અને કોંગ્રેસની ભાવનાને નમન! ચરણજીત ચન્ની ભાઈને શુભેચ્છાઓ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે