Oppo ટૂંક સમયમાં લોન્ચ કરશે ક્વાલકોમ પાવર્ડ ડ્યૂલ મોડ 5G સ્માર્ટફોન
ઓપ્પો ક્વાલકોમના સપોર્ટવાળા ડ્યૂલ મોડ 5G પ્લેટફોર્મ બેસ્ડ સ્માર્ટફોન લાવશે. આ સ્ટેન્ડઅલોન (SA) અને નોન-સ્ટેન્ડઅલોન (NSA) બંને પ્રકારના નેટવર્ક્સને સપોર્ટ કરે છે. ઓપ્પોના 5G સમિટને રિપ્રેઝેંટ કરતાં 5G ની કનેક્ટિવિટી વિશે કેટલીક ડિટેલ્સ શેર કરી હતી.
Trending Photos
નવી દિલ્હી: ચાઇનીઝ સ્માર્ટફોન મેકર ઓપ્પોએ શેર કર્યું છે કે ટૂંક સમયમાં તેના દ્વારા ડ્યૂલ-મોડ 5G સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવી શકે છે. ઓપ્પો આ ડિવાઇસને વર્ષના અંત સુધી લોન્ચ કરી શકે છે. આ એનાઉન્સમેન્ત હેનરી ટેંગ દ્વારા કરવામાં આવ્યું છે, જે કંપનીના ચીફ 5G સાઇન્ટિસ્ટ છે. આ જાણકારી ક્વાલકોમ 5G સમિટ 2019માં કંપની દ્વારા બાર્સિલોનામાં શેર કરવામાં આવી છે.
ઓપ્પો ક્વાલકોમના સપોર્ટવાળા ડ્યૂલ મોડ 5G પ્લેટફોર્મ બેસ્ડ સ્માર્ટફોન લાવશે. આ સ્ટેન્ડઅલોન (SA) અને નોન-સ્ટેન્ડઅલોન (NSA) બંને પ્રકારના નેટવર્ક્સને સપોર્ટ કરે છે. ઓપ્પોના 5G સમિટને રિપ્રેઝેંટ કરતાં 5G ની કનેક્ટિવિટી વિશે કેટલીક ડિટેલ્સ શેર કરી હતી. ટેગે નેકસ્ટ જનરેશન ક્નેક્ટિવિટી સાથે જોડાયેલા કંપનીના ફ્યૂચર પ્રોડટ્સ, એપ્લિકેશન્સ અને કટિંગ-એઝ એક્સપીરિયન્સ વિશે વાત કરી.
ફાઇલ કરવામાં આવી 5G પેટેન્ટ્સ
ટેગે કહ્યું કે 'ઓપ્પો દ્વારા ઇંડસ્ટ્રીની બાકી કંપનીઓ સાથે મળીને નવી 5G ટેક્નોલોજીની દિશામાં કામ કરી રહી છે. તેની મદદથી ગ્લોબલ માર્કેટમાં મોટા ગ્રાહક બેસ સુધી નવી ટેક્નોલોજી અને નેકસ્ટ લેવલ કનેક્ટિવિટીને પહોંચાડવામાં આવી શકે છે. સપ્ટેમ્બર 2019 સુધી ઓપ્પોએ દુનિયાભરમાં પોતાના 2500 ગ્લોબલ પેટેન્ટ ફાઇલ કરી છે અને તેમાં 5G સ્ટાડર્ડની લગભગ 1,000 ફેમિલીસ યૂરોપિયન ટેલિકોમ્યુનિકેશન્સ સ્ટાડર્ડ ઇન્સ્ટીટ્યૂટમાં ફાઇલ કરી છે.
લોન્ચ થશે Oppo Reno S
ઓપ્પોએ તાજેતરમાં જ Oppo Reno S સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યો હતો. ગત મહિને આ ફોન સેલ માટે ઉપલબ્ધ હતો. હવે કંપની રેનો સીરીઝનો નવો સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. 91 મોબાઇલ્સના એક રિપોર્ટ અનુસાર કંપની ડિસેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં Oppo Reno S સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરશે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફોનની કિંમત 40,000 રૂપિયાથી વધુ હોઇ શકે છે. આ ફોન ભારતમાં ઓફલાઇન અને ઓનલાઇન બંને પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે