સની લિયોની પર લાગ્યો ચોરીનો આરોપ!

બોલીવુડની અભિનેત્રી સન્ની લિયોની (Sunny Leone)ની ચેરિટીને લઇ એક આર્ટવર્કની નકલ કરવા બદલ સોશિયલ મીડિયા પર આકરી ટીકાઓનો સામનો કરી રહી છે

સની લિયોની પર લાગ્યો ચોરીનો આરોપ!

નવી દિલ્હી: બોલીવુડની અભિનેત્રી સન્ની લિયોની (Sunny Leone)ની ચેરિટીને લઇ એક આર્ટવર્કની નકલ કરવા બદલ સોશિયલ મીડિયા પર આકરી ટીકાઓનો સામનો કરી રહી છે. આ તસવીર ખરેખર ફ્રેન્ચ ચિત્રકાર મલિકા ફાર્વે દ્વારા તૈયાર કરવામાં આવી હતી. ડાયટસબ્યા નામની એક અજ્ઞાત વ્યક્તિએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફાર્વે અને સન્નીની તસવીરોનો સ્નેપશોર્ટ શેર કરી તે બંને એકસરખા હોવાનું જણાવ્યું હતું.

આ કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે, અમે તમામ ચેરિટીનું સમર્થન કરીએ છે, પરંતુ શ્રેય આપ્યા વગર કોઇપણ કાલાકારની કલાકૃતિ ચોરી કરી અને કોઇ ચેરિટી માટે તેની હરાજી કરવી તે માત્ર ગંદગી છે. ડાબી બાજુ મલિકા ફાર્વેની વાસ્તવિક પેઇન્ટિંગ  છે. ત્યારે જમણી બાજુએ સની લિયોનીએ બનાવેલી પઇન્ટિંગ છે.

ઇન્સ્ટાગ્રામની આ પોસ્ટ બાદ અભિનેત્રી વિવાદોમાં ઘેરાઇ ગઇ હતી. જો કે, સન્નીએ તાત્કાલીક તેનો જવાબ આપતા કહ્યું કે, તેણે કોઇ ખરેખર કલાકતિની નકલ કરી નથી. પરંતુ તેને એક ચિક આપવામાં આવ્યું હતું. જેણે તેને તેની પેઇન્ટિંગ બનાવી છે.

A post shared by Sunny Leone (@sunnyleone) on

આ પણ વાંચો:- 'ગંગૂબાઇ કાઠિયાવાડી' બાદ સંજય લીલા ભણસાલીએ કરી વધુ એક ફિલ્મની જાહેરાત

સન્નીએ લખ્યું કે, ‘‘હેલ્લો... તમને યોગ્ય જાણકારી આપું છું, મને  કલાકૃતિની એક તસવીર આપવામાં આવી હતી અને ત્યારે મે તેને પેઇન્ટ કરવાનું નક્કી કર્યું હતું. મે ક્યારે પણ એવો દાવો કર્યો નથી કે, તેને બનાવવાનો વિચાર મારો છે. મે માત્ર એક તસવીરને જોઇ અને તેને પસંદ કરી તેને પેઇન્ટ કરી હતી. મારે તેને એ પ્રશંસા તરીકે લેવી જોઇએ. કેમકે આ ચેરિટી કેન્સર દર્દીઓના કામમાં લેવામાં આવશે.

સન્નીએ વધુમાં લખ્યું કે, ‘ના તેનાથી વધારે અને ના ઓછું. જરૂરિયાતમંદ બાળકોને મદદ કરતી વખતે મેં પસંદ કરેલું સંસ્કરણ તમને ગમ્યું ન હતું. હુ આ માટે માફી માંગુ છું. આ પેઇન્ટિંગના તો તમારા માટે છે કે ના મારા માટે, તે ફક્ત સહાય કરવાના ઉદેશ્યથી લેવામાં આવી છે, તમને શુભકામનાઓ. બનાવતા રહો.’

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news