કોરોના વાયરસના સંક્રમિતોને છુપાવા હવે મુશ્કેલ, Facebook અને Google કરશે મદદ
આ સમાચાર કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણને રોકવા માટે સૌથી મહત્વના હોઈ શકે છે. દુનિયાની સૌથી મોટી ઇન્ટરનેટ કંપની Facebook અને Googleએ તમામ દેશોને મદદ કરવા કહ્યું છે. કંપની વિભિન્ન દેશોની ટ્રેકિંગથી જોડાયેલી જાણકારી ઉપલબ્ધ કરાવશે.
Trending Photos
નવી દિલ્હી: આ સમાચાર કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણને રોકવા માટે સૌથી મહત્વના હોઈ શકે છે. દુનિયાની સૌથી મોટી ઇન્ટરનેટ કંપની Facebook અને Googleએ તમામ દેશોને મદદ કરવા કહ્યું છે. કંપની વિભિન્ન દેશોની ટ્રેકિંગથી જોડાયેલી જાણકારી ઉપલબ્ધ કરાવશે.
શું હોય છે ટ્રેકિંગ
ફેસબુક અને ગુગલ તમામ યુઝર્સના ફોન લોકેશનનો ડેટા તેમની પાસે રાખે છે. જો કોઈ વ્યક્તિ એક શહેરથી બીજા શહેરમાં જાય છે તો તેની જાણકારી ફેસબુક અને ગુગલ તેમની પાસે રાખે છે. એવામાં જો વિભિન્ન દેશના લોકો વિદેશ પ્રવાસથી આવ્યા બાદ ચુપચાપ ઘરમાં સંતાઈને બેઠા રહે છે તો તેની સંપૂર્ણ જાણખારી આ બંને ઈન્ટરનેટ કંપનીઓ પાસે છે.
બંને કંપનીઓ દેશની રજૂ કરશે જાણકારી
જાણકારોનું કહેવું છે કે, સંક્રમણને રોકવા માટે તેના ફેલાવને સમજવું સૌથી વધારે જરૂરી હોય છે. જો એક સંક્રમિત વ્યક્તિના તમામ લોકેશન અને તેની નજીક આવેલા લોકોના ફોન લોકેશન ટ્રેક થઈ જાય તો વાયરસને ફેલાવવાથી રોકવામાં સરળતા રહશે. ભારત સહિત તમામ દેશ દરેક સંક્રમિત વ્યક્તિથી આ જાણકારી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે, વિદેશ પ્રવાસથી પરત આવ્યા બાદ તેઓ કોના સંપર્કમાં આવ્યા. જો કે, હજુ પણ સચોટ જાણકારી ન મળી શકવાના કારણે સંક્રમણ પર બ્રેક લગાવવામાં મુશ્કેલી પડી રહી છે.
કેવી રીતે કરશે ગુગલ અને ફેસબુક મદદ
ફેસબુકે કહ્યું છે કે, જો કોરોના વાયરસ પર સરકાર સંશોદન માટે યૂઝર્સની જાણકારી માગે છે તો કંપની તેનો અહેવાલ રજૂ કરવા તૈયાર છે. ફેસબુકે સોમવારે કહ્યું કે તેઓ ઉપયોગકર્તાઓની ઓળખ ગુપ્ત રાખી તેમની અવરજવર તથા તેમના સંબંધીઓ વિશે શોધકર્તાઓને જાણકારી રજૂ કરી શકે છે. જેથી આ વાત સમજી શકાય કે વાયરસ સંક્રમણ આગળ ક્યાં સુધી ફેલાઈ શકે છે.
તમને જણાવી દઇએ કે, ગત સપ્તાહ ગુગલે પણ આ પ્રકારના પગલાની જાહેરાત કરી હતી. જેમાં કહ્યું હતું કે, દુનિયાભરમાં ઉપયોગકર્તાઓની અવરજવરથી સંબંધિત ડેટા રજૂ કરશે. જો સરકાર કોરોના-19 મહામારીને કાબુમાં લાવવા માટે લાગુ કરેલા સોશિયલ ડિસ્ટન્સના ઉપયાોની અસરની જાણકારી મેળવવામાં મદદ કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે